બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 'આ વખતની ચૂંટણી દેશ માટે મહત્વની છે કારણ કે...', મતદાન બાદ ગુજરાતના કયા-કયા દિગ્ગજોએ શું અપીલ કરી? જાણો

લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતની ચૂંટણી દેશ માટે મહત્વની છે કારણ કે...', મતદાન બાદ ગુજરાતના કયા-કયા દિગ્ગજોએ શું અપીલ કરી? જાણો

Last Updated: 10:43 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને લોકોને મત આપવા અપીલ કરી

Lok Sabha Election 2024 : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે.

ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન શરૂ થયું છે. આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને લોકોને મત આપવા અપીલ કરી છે.

PM મોદીએ કરી અપીલ

આજે અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ PM લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે PM મોદીએ તેમની આંગળી પરની શાહી પણ બતાવી. આ પછી PM મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. મોદીએ કહ્યું, “હું હંમેશા અહીં મારો મત આપું છું. અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવાર છે અને ચૂંટણી લડી રહ્યા છે. આપણા દેશમાં દાનનું વિશેષ મહત્વ છે અને આ ભાવનાથી દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. જો ઉનાળો છે, તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પુષ્કળ પાણી પીવો.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતના ભાવિ વિકાસને દિશા આપવાનો અવસર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યા બાદ અપીલ કરતાં કહ્યું કે, ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન છે. લોકશાહીનું મહાપર્વ ગુજરાતના આંગણે આવ્યું છે. ભારતના ભાવિ વિકાસને દિશા આપવાનો આ અવસર છે. મતદાન એ આપણો અધિકાર પણ છે અને ફરજ પણ છે. ગુજરાતના સૌ મતદારો મહત્તમ મતદાન કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ સૌને કરું છું. ખાસ કરીને, યુવા મતદારો - ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે તો મતદાન થકી ભારતનું અને પોતાનું ભવિષ્ય ઘડવાની આ તક છે. આ અમૂલ્ય અવસરને ચૂકશો નહીં.

અમિત શાહે મતદારોને કરી અપીલ

કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. અમિત શાહે લોકોને મત આપવા અપીલ કરી હતી કે, ગાંધીનગર લોકસભાના મારા વ્હાલા ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને ખાસ આગ્રહ કરવા માંગુ છું કે તમારા એક મતમાં મોટી તાકાત છે. અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, તમારો એક મત ગાંધીનગરને ભારતનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવી શકે છે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરનાર સરકાર બનાવશે, દેશ પર નજર ઉઠાવનારાઓના ઘરમાં ઘૂસીને તેમનો સફાયો કરવાની તાકાતવાળી સરકાર બનાવશે અને વર્લ્ડ ક્લાસ હાઈવે, રેલવે અને એરપોર્ટસ આપવાવાળી સરકાર બનાવશે. એટલે જ તમારા મતની તાકાતને ઓળખો અને અવશ્ય મતદાન કરો તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશો.

સાબરકાંઠામાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષે કર્યુ મતદાન

લોકશાહી નાં મહાપર્વ નિમિત્તે પૂર્વ વિધાનસભા અધ્યક્ષે મતદાન કર્યું છે. વિગતો મુજબ ઈડર વડાલીમાં ધારાસભ્ય રમણ વોરાએ મતદાન કર્યું છે. રમણલાલ વોરાએ મતદારોને 100% મતદાન કરવાં અપીલ કરી છે. આજે ઇડરની કે.એમ.પટેલ વિદ્યામંદિર ખાતે રમણ વોરાએ મતદાન કર્યું છે. વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.

પરેશ ધાનાણીએ કર્યું મતદાન

રાજકોટ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર પરેશ ઘાનાણીએ મતદાન કર્યું છે. અમરેલીના બહારપરા કન્યા શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરેશ ઘાનાણીએ મતદાતાઓ સાથે લાઇનમા ઉભા રહીને મતદાન કર્યું અને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

મતદાન કરતી સમયે ગેનીબેન ઠાકોર થયા ભાવુક

બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આર્શીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું મતદાન

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ સાથે મતદાનને લઇ વિજય રૂપાણી કહ્યું કે, વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. રૂપાણીએ કહ્યું કે, 400 પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરશોતમ રૂપાલા જંગી લીડથી જીતશે. આ સાથે તેમણે કહ્યું કે, ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરું છું.

વધુ વાંચો : રૂપાલા, વિજય રૂપાણી, ગેનીબેન સહિત આ દિગ્ગજોએ કર્યું મતદાન, વોટિંગ દરમ્યાન સર્જાયા ભાવુકના દ્રશ્યો

પરષોતમ રૂપાલાની જીત નિશ્ચિત છે તેવો દાવો કુંવરજી

રાજકોટનાં જસદણમાં કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું. વીંછીયાની કન્યાશાળાનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. કુંવરજી બાવળિયાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે. તેવો દાવો કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ