બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Why did Mitchell Starc-Pat Cummins get the most money? The biggest reason came up

IPLહરાજી / માંડ ઠરેલું દિલ ફરી સળગાવ્યું AUSના ખેલાડીઓએ, કેમ મળ્યાં બધાથી વધારે પૈસા? સામે આવ્યું મોટું કારણ

Hiralal

Last Updated: 04:51 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલ 2024માં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સને શા માટે બધા કરતાં વધારે પૈસા મળ્યાં તેનું એક મોટું કારણ સામે આવ્યું છે.

  • આઈપીએલ 2024માં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓએ ઈતિહાસ રચ્ચો
  • ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક 24.75 કરોડ અને પેટ કમિન્સ 20.50 કરોડમાં વેચાયો 
  • 2023નો વર્લ્ડ કપ જીતવાનું ઈનામ મળ્યું બન્ને ખેલાડીઓને 

આઈપીએલ 2024માં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સ આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓ બન્યાં છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને સૌથી વધારે 24.75 કરોડમાં ખરીદ્યો છે તો સનરાઈઝર્સ હૈદરાબાદે કેપ્ટન પેટ કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો છે. આ બન્નેએ અત્યાર સુધીના મોંઘા ખેલાડીઓ છે. કોઈ તેમનો રેકોર્ડ તોડે તેવું લાગતું નથી. 

મિચેલ સ્ટાર્કને ખરીદવા કેકેઆર અને ગુજરાત વચ્ચે પડાપડી 
IPL 2024 માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને કોલકત્તા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રકિંગ કિંમતમાં ખરીદ્યો છે. આ સાથએ જ મિચેલ સ્ટાર્ક IPLનાં ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સ્ટાર્કને ખરીદવા માટે ગુજરાત ટાઈટન્સે ઘણાં પ્રયાસો કર્યાં પણ કેકેઆર મેદાન મારી ગઈ હતી. 

પેટ કમિન્સ બીજો મોંઘો ખેલાડી 
સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના હર્ષલ પટેલ પર પણ પૈસાનો વરસાદ થયો છે. 2 કરોડની બેસ પ્રાઇસ વાળા હર્ષલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે.  

ઓસ્ટ્રેલિયાના બન્ને ખેલાડીઓને કેમ મળ્યાં વધારે પૈસા
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સને સૌથી વધારે પૈસા મળવાનું કારણે તાજેતરમાં જીતેલો વર્લ્ડ કપ છે. પેટ કમિન્સની આગેવાનીમાં જ ઓસ્ટ્રેલિયાએ 2023નો વર્લ્ડ કપ જીત્યો હતો. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પણ વર્લ્ડ કપમાં ટીમ વતી સૌથી વધારે વિકેટ ઝડપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ