બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / Who will now keep the 353 crore rupees of Dheeraj Sahu? How much tax will be charged?

કાળી કમાણી / કોંગ્રેસના ધીરજ સાહુ પાસેથી જપ્ત કરેલા 353 કરોડ રૂપિયા હવે કોણ રાખશે? કેટલા ટકા ટેક્સ લાગશે?

Megha

Last Updated: 10:52 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરજ સાહુના ઠેકાણાઓ પર 100, 200 અને 500ની નોટોની 176 થેલીઓ મળી હતી, હવે પ્રશ્ન એ છે કે જપ્ત કરેલા 353 કરોડ રૂપિયા હવે કોણ રાખશે? કેટલા ટકા ટેક્સ લાગશે?

  • ધીરજ સાહુ પાસેથી જપ્ત કરેલા 353 કરોડ રૂપિયા હવે કોણ રાખશે?
  • દરોડામાં મળેલ કાળા નાણાં વિશે આવકવેરાના નિયમો શું કહે છે?
  • ટેક્સ સ્લેબના આધારે 300 ટકા સુધી ટેક્સ અને પેનલ્ટી લાદવામાં આવી શકે

આયકર વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ ઘર અને ઠેકાણામાંથી 353 કરોડ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઘરના ખૂણે-ખૂણામાંથી 500 અને 200 રૂપિયાની આટલી નોટો નીકળી કે આ રૂપિયા ગણવામાં કુલ પાંચ દિવસ લાગ્યા હતા. નોટોની ગણતરી રવિવારે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી. આ સમય દરમિયાન ઘણા આઈટી અધિકારીઓ અને બેંક કર્મચારીઓ કલાકો સુધી બેસીને નોટો ગણતા હતા.  

દેશમાં અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી વધુ રોકડ જપ્તી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ શાખાઓના બેંકે, 3 ડઝનથી વધુ કાઉન્ટિંગ મશીનો અને 80 અધિકારીઓને તૈનાત કરીને આશરે રૂ. 353 કરોડની ગણતરી કરી હતી. રૂ. 100, 200 અને 500ની નોટોની 176 થેલીઓ હતી. આવી સ્થિતિમાં, દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસના ધીરજ સાહુ પાસેથી જપ્ત કરેલા 353 કરોડ રૂપિયા હવે કોણ રાખશે? કેટલા ટકા ટેક્સ લાગશે? 

ધીરજ સાહુએ 353 કરોડ ભેગા તો કર્યાં પણ રહેશે કે જશે? સામે આવ્યું મોટું અપડેટ  I dheeraj sahu wealth what happen to 353 crore cash what agency do with  money after raid

આવકવેરાના નિયમો શું કહે છે?
આવકવેરાના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે અઘોષિત આવક મળી આવે તો ટેક્સની સાથે દંડની જોગવાઈ છે. ટેક્સ સ્લેબના આધારે 300 ટકા સુધી ટેક્સ અને પેનલ્ટી લાદવામાં આવી શકે છે. નિયમો અનુસાર ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી રિકવર કરાયેલી સંપત્તિ પાછી મેળવવી મુશ્કેલ છે ઉપરાંત તેણે વધારાના ટેક્સ પણ ચૂકવવા પડી શકે છે. 

આવા કિસ્સામાં આવકવેરા વિભાગ દ્વારા મહત્તમ ટેક્સ 33 ટકા છે, જેમાં 3 ટકા સરચાર્જ છે. આ પછી, 200 ટકા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. નિયમો અનુસાર, જો જપ્ત કરાયેલી મિલકત આ ચાલુ વર્ષની છે તો તેના પર કુલ 84 ટકા ટેક્સ અને દંડ વસૂલવામાં આવશે. પરંતુ જો આ કાળી કમાણી પાછલા વર્ષોની હોય તો તેના પર 99% સુધીનો ટેક્સ અને દંડ વસૂલ કરી શકાય છે. 

ધીરજ સાહુનો પરિવાર શું કરે છે? 
બૌદ્ધ ડિસ્ટિલરી એ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના પરિવારની કંપની છે. આ કંપની દારૂના વ્યવસાયમાં છે અને ઓડિશામાં તેની ઘણી દારૂ બનાવવાની ફેક્ટરીઓ છે. આ કારણસર કંપનીના ઘણા સ્થળો પર ટેક્સ ચોરીના આરોપમાં દરોડા પાડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2009માં થયેલી પેટાચૂંટણીમાં પહેલીવાર ધીરજ સાહુ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જે બાદ તેઓ 2010માં બીજી વખત અને 2018માં ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ