મહામંથન / સમાન્ય માણસના રખેવાળ કોણ ?

લોકડાઉનની વચ્ચે પણ કેટલાક કટકીબાજો કૌભાંડ કરવામાંથી બહાર નથી આવતા. વાત રાજકોટની અને કડીની છે જ્યાં એક સસ્તા અનાજના દુકાનદારે રેશનકાર્ડના ધારકો સાથે ગોલમાલ કરીને અનાજ ઓછું આપ્યુ અને પોતાનું ખિસ્સુ ભ્રષ્ટાચારથી ભર્યુ. બીજી ઘટના કડી પોલીસની છે જ્યાં દારૂકાંડ બાદ લોકડાઉન દરમિયાન અપાયેલા ભોજનના ખોટા બિલ બનાવીને ખિસ્સા ભરવાનું કામ કરવાના આક્ષેપ થયા. કડીની સર્વ વિદ્યાલય દ્વારા વિના મુલ્યે ભોજન આપવામાં આવે છે પરંતુ ભોજન કોન્ટ્રાક્ટર અને પોલીસની મિલિભગતથી બોગસ બિલ બનાવીને રાજ્ય સરકારની તિજોરી ખંખેરવાના પ્રયાસ ઉજાગર થયા છે. સિસ્ટમમાં સડો હોય કે પછી આખેઆખી સિસ્ટમ સડી ગઈ છે તે તો તપાસ બાદ જ ખબર પડશે પરંતુ અહીં કેટલાક સવાલો છે જેના પર આજે કરીશું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ