બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અજબ ગજબ / પ્રકૃતિનું રહસ્ય! અંતિમ સંસ્કાર પછી પણ નથી બળતું શરીરનું આ અંગ, 1292 ડિગ્રી ગરમી પણ ફેલ
Last Updated: 08:40 AM, 20 January 2025
પ્રકૃતિએ માનવ શરીર બનાવીને જાણે હાથ ધોઈ નાખ્યાં, વૈજ્ઞાનિકો આજ દિન સુધી શરીરનું રહસ્ય ઉકેલી શક્યા નથી. ઉપર ઉપરથી દેખાતું આ શરીર અનેક રહસ્યોને ભરીને બેઠું છે. એટલે તો દુનિયાની ખાસમાં ખાસ પ્રયોગશાળા પણ રોટીમાંથી લોહી બનાવી શક્તિ નથી, માત્ર શરીર ખામોશ રહીને આ કરે છે. શરીરનું આવું જ એક રહસ્ય સામે આવ્યું છે.
ADVERTISEMENT
દાંતને અગ્નિ કદી પણ બાળી શક્તિ નથી
વાત કરવી છે શરીરના એક અંગની, જે અંતિમ સંસ્કાર પછી પણ બળતું નથી એટલે કે તેને ગમે તેટલી ગરમી આપીએ તો પણ પીગળતું નથી કે ગળતું નથી. હિંદુ ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેને અંતિમ વિદાય આપવા માટે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે જેમાં શરીરને ચિતા પર રાખીને આગ ચાંપવામાં આવે છે અને કલાકો શરીર સળગીને ખાખ થઈ જાય છે, ત્યાં સુધી કે મજબૂત ગણાતાં હાડકાં પણ ઓગળી જાય છે પરંતુ દાંત એવી ચીજ છે જે અંતિમ સંસ્કારમાં પણ નથી બળતાં, હા, દાંત ઉપરનું પડ બળી જા છે પરંતુ દાંતનો કઠણ ભાગ કદી પણ નષ્ટ થતો નથી. દાંત કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલા હોય છે આ પદાર્થ એટલો મજબૂત હોય છે કે અગ્નિ પણ તેને બાળી શક્તિ નથી.
ADVERTISEMENT
1292 ડિગ્રી ફેરનહિટમાં પણ દાંત નથી બળતાં
દાંતની હેરાનીભરી વાત તો એ છે કે 1292 ડિગ્રી ફેરનહિટ ગરમીમાં પણ દાંત પીગળતાં નથી. આટલી ગરમીમાં તો હાડકાંની રાખ થઈ જાય છે. આટલી ગરમીમાં તો નાનામાં નાની ચીજ પણ સળગીને રાખ થઈ જાય.
માં
એટલે હજારો વર્ષો પછી દાંત જમીનમાંથી નીકળે છે
કદાચ એટલે જ હજારો વર્ષ પછી દાંત જમીનમાંથી સલામત નીકળે છે કારણ કે તે કદી પણ સડતા નથી અને ડેડબોડી દાટ્યાંના હજારો વર્ષો બાદ પણ દાંત સહી સલામત જમીનમાંથી નીકળ્યાં હોવાના ઘણા દાખલાા છે.
તો શું દાંત કદી નષ્ટ થાય છે કે નહીં?
દાંતને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખવા માટે 3000 ડિગ્રી ઉપરની ગરમી જોઈએ તો જ તે સંપૂર્ણપણે બળી શકે છે. સામાન્ય અંતિમ સંસ્કારમાં દાંત કદી પણ બળતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.