બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:16 PM, 13 January 2025
યુપીના મેરઠમાં 17 વર્ષીય સગીર છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી, જીવન ટૂંકાવતા પહેલા છોકરાએ ગૂગલ પર સર્ચ કર્યું હતુ કે 'મર્યા પછી શું થાય છે', આવું સર્ચ કર્યાં બાદ તરત ઘરમાં આપઘાત કરી લીધો હતો. હકીકતમાં માતા અને મોટા ભાઈએ મિત્રો સાથે ફરતો અટકાવવા માટે તેની રોયલ એનફિલ્ડ બુલેટ વેચી દીધી અને આ વાતે નારાજ થતાં તેણે પોતાની જાતને ગોળી મારી દીધી.
ADVERTISEMENT
મર્યા પછીના જીવનમાં રસ પડ્યો કે શું?
9મા ધોરણમાં ભણતા આ કિશોરે આપઘાત પહેલાં એવું સર્ચ કર્યું હતું કે "મૃત્યુ પછી વ્યક્તિનું શું થાય છે?, તેણે આવું શા માટે કર્યું તે પણ ભેદવાળી વાત છે, તેને કદાચ મોત પછીની દુનિયામાં રસ પડ્યો હોઈ શકે. આ ઘટના 11 જાન્યુઆરીએ બની હતી, જ્યારે છોકરાનો મોટો ભાઈ તેની માતાને મેરઠ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી લેવા ગયો હતો. દરવાજો અંદરથી બંધ હતો અને તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો. માતા અને તેનો મોટો પુત્ર બારીમાંથી અંદર પ્રવેશ્યા અને છોકરાને લોહીના ખાબોચિયામાં પડેલો જોયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
ભણવામાં ધ્યાન નહોતો આપતો, મિત્રો સાથે રખડ્યાં કરતો
પોલીસે જણાવ્યું કે છોકરાની માતા મેરઠ મેડિકલ કોલેજમાં નર્સ છે અને તેનો મોટો ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે, તેના પિતાનું ગયા વર્ષે અવસાન થયું હતું. 17 વર્ષીય બાળક તેના અભ્યાસમાં ધ્યાન આપતો ન હતો અને તેના પરિવારના સભ્યો તેને મિત્રો સાથે બાઇક પર ફરવા બદલ વારંવાર ઠપકો આપતા. આ છોકરો પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.
મોત પછી જીવન હોવાના ઘણા દાવાઓ
મોત પછીની દુનિયાના ઘણા બધા દાવાઓ કરાયા છે. મોટાભાગના લોકોના દાવાઓમાં સમાનતા પણ જોવા મળી છે. આ બધું આપણને એવું માનવા પ્રેરે છે કે જરુરથી મોત પછીની પણ કોઈક દુનિયા હોવી જોઈએ. આજ દિન સુધી મૃત્યુ જીવનનું સૌથી મોટું રહસ્ય બની રહ્યું છે, મૃત્યુ પછી શું થાય છે, કેવું હોય છે જીવન કે પછી બીજું કંઈક, આ સવાલના જવાબ હજુ સુધી નથી મળ્યાં, વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા મોત પછીના જીવનને સાબિત પણ કરી આપ્યું છે પરંતુ જેવો જોઈએ તેવો ખુલાસો કે સંતોષકારક જવાબ મળ્યો નથી, તેથી તે હજુ પણ એક રહસ્ય જ બની રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.