બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / where to invest and how to invest savings so money grow faster and become double

મની પ્લાન / નવા વર્ષમાં રોકાણનું પ્લાનિંગ અહીં કરો, આ રીતે જલ્દી થશે પૈસા બેથી ત્રણ ગણા

Parth

Last Updated: 07:15 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ખાસ નિયમ છે જેની મદદથી સરળતાથી તમે એવી સ્કીમ ની જાણકારી મેળવી શકો છો જેમાં રોકાણ કરવાથી કેટલા સમયમાં પૈસા બે ગણા કરી શકાય. સામાન્ય ગણતરી કરીને તમે પણ જાણી શકો છો કે કેટલા દિવસમાં તમે રોકાણ કરેલા નાણાં બે ગણા, ત્રણ ગણા કે ચાર ગણા થઈ શકે છે.

  • ઘણા બધા લોકો આગામી વર્ષ માટે રોકાણ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે
  • રોકાણ કરતી વખતે સૌથી પહેલાં વ્યાજદર પર ધ્યાન આપવામાં આવે છે
  • રૂલ ઓફ 72થી જાણી શકાય છે કે કેટલા સમયમાં નાણાં ડબલ થશે 

કઈ રીતે જાણશો કેટલા સમયમાં નાણા ડબલ થઈ શકે છે

સંવત 2075 રોકાણકારોની નજરે સામાન્ય રહ્યું હતું અને નવું વર્ષ શરુ થઈ ગયું છે. ઘણા બધા લોકો આગામી વર્ષ માટે રોકાણ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે . સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે રોકાણ કરે ત્યારે તે જોતો હોય છે કે તેના કેટલું રીટર્ન મળશે. એટલે કે કઈ જગ્યાએ રોકાણ કરવામાં આવે તો સૌથી વધુ વ્યાજ મળી શકે અને જેટલા રૂપિયાનું રોકાણ કર્યું હોય તેનાથી વધુ રૂપિયા પાછા મળી શકે. જ્યારે પણ સ્કીમની જાણકારી લેવામાં આવે ત્યારે સૌથી વધુ ધ્યાન વ્યાજ પર આપવામાં આવે છે. પરંતુ કેટલા દિવસમાં પૈસા બે ગણા કે ત્રણ ગણા કરી શકાય તેની ગણતરી કરી શકાતી નથી.એક ખાસ ફોર્મ્યુલા છે જેનાથી સરળતાથી જાણી શકાય છે કે ક્યાં કેટલું રોકાણ કરવાથી કેટલા દિવસમાં રોકાણ કરેલા પૈસા ડબલ થઈ શકે છે.

રૂલ ઓફ 72 

રૂલ ઓફ 72ને એક્સપર્ટ્સ એક સારી ફોર્મ્યુલા માને છે.જેની મદદથી તે નક્કી કરવામાં આવે છે કે તમારા પૈસા કેટલા દિવસમાં ડબલ થઇ જશે. માની લો કે તમે કોઈ સ્કીમમાં રોકાણ કર્યું છે જેમાં 8 ટકા વ્યાજ મળે છે. એવામાં તમારે રૂલ 72 હેઠળ 72ને 8 વડે ભાગી દેવું પડશે. 72/8 = 9 વર્ષ, જેનો અર્થ થાય છે કે તમારા પૈસા 9 વર્ષમાં ડબલ થઇ જશે. 

પોસ્ટ ઓફીસ ટાઈમ ડીપોઝીટ સ્કીમ 

વાર્ષિક વ્યાજ દર : 8.6 ટકા 
72/8.6 = 8.3 વર્ષ 
રૂલ ઓફ 72 મુજબ જો તમે પોસ્ટ ઓફીસની ટાઈમ ડીપોઝીટ સ્કીમમાં રોકાણ કરો છો તો 8.6 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે. 

PPF એકાઉન્ટ 

વાર્ષિક વ્યાજ દર : 7.9 ટકા 
72/7.9 = 9.1 . આમ જોવા જઈએ તો તમે PPF એકાઉન્ટમાં રોકાણ કરવામાં આવે  તો રૂલ ઓફ 72 મુજબ તે 9.1 વર્ષમાં ડબલ થઈ જશે. 

આજ રીતે તમે એ પણ જાણી શકો છો કે કેટલા સમયમાં તમારા પૈસા ત્રણ ગણા કે ચાર ગણા થઈ જશે. તે જાણવા માટે પણ અલગ નિયમ છે. 

રૂલ ઓફ 114 

આ નિયમની મદદથી તમે જાણી શકો છો કે કેટલા સમયમાં તમે રોકેલા પૈસા ત્રણ ગણા થઈ જશે. આ નિયમ રૂલ ઓફ 72 જેવો જ છે તમારે ખાલી 114ને જે તે વ્યાજદર વડે ભાગી દેવાનું છે. ઉદાહરણ રૂપે, જો તમને વાર્ષિક 8 ટકાના દરે વ્યાજ મળે છે તો તમારે 114/8 કરવાનું રહેશે જેનો જવાબ 14.25 છે, આમ તમે રોકેલા નાણા 14.25 વર્ષમાં ત્રણ ગણા થઈ જશે. 

રૂલ ઓફ 144 

તમારા નાણા કેટલા વર્ષમાં ચાર ગણા થઈ જશે તે જાણવું હોય તો તમારે રૂલ ઓફ 144ની મદદ લેવી પડશે. માની લો કે જો તમને 12 ટકાના દરે વ્યાજ મળે છે તો 144/12 એટલે કે તમારા નાણા 12 વર્ષમાં  ચાર ગણા થઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ