હવે તમારા 'Status'થી કમાણીની તૈયારીમાં Whatsapp

By : krupamehta 05:06 PM, 04 August 2018 | Updated : 05:06 PM, 04 August 2018
Whatsapp પર આપણું સ્ટેટસ જલ્દી કંપનીની કમાણીનો રસ્તો બનનાર છે. એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ પોતાના યૂઝર્સ સ્ટેટમાં જાહેરાત દેખાડશે, જેની શરૂઆત 2019થી થશે. જાણકારી પ્રમાણે જાહેરાત વીડિયોના રૂમાં હશે અને આ એવું જ કામ કરશે જેવું ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં થાય છે. ફેસબુકે આ વર્ષે જૂનમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરિઝમાં જાહેરાતની શરૂઆત કરી હતી. 

રિપોર્ટ અનુસાર, વોટ્સએપના દુનિયાભરમાં લગભગ 1.5 અબજ યુઝર્સ છે, જેમાંથી 45 કરોડ યુઝર્સ વોટ્સએપ સ્ટેટસનો ઉપયોગ કરે છે. ત્યાં ઇન્સ્ટાગ્રામની વાત કરીએ, તો માત્ર 40 કરોડ યુઝર્સ જ રોજિંદા ઉપયોગ કરે છે.

વોટસએપની ચીફ ઓપરેટિંગ ઓફિસર મેટ ઈડિમાએ તેની ખાતરી આપી હતી કે વોટ્સએપ પર આવતી જાહેરાત ફેસબુકની જાહેરાત પ્રોગ્રામ્સનો જ ભાગ છે. વોટસએપ સ્ટેટસ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થયું હતું.

આ પહેલા પણ માહિતી મળી હતી કે whatsappની સર્વિસ માટે પૈસા આપવા પડશે. whatsappનો હાલનો ઘટતો ઉપયોગ અને સુસ્ત રેવન્યૂ ગ્રોથનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આ પગલું ભરવું પડ્યું છે. Recent Story

Popular Story