અનેક લોકોના રિટર્નના પૈસા પરત આવી ગયા છે, પરંતુ અનેક લોકોના પૈસા પરત આવ્યા નથી. રિટર્ન ભરવા છતાં પૈસા પરત નથી મળી રહ્યા તો આવકવેરા વિભગાને ફરિયાદ કરી શકો છો.
અનેક લોકોના પૈસા પરત આવ્યા નથી
રિટર્ન ભરવા છતાં પૈસા પરત નથી મળી રહ્યા
આવકવેરા વિભગાને ફરિયાદ કરી શકો છો
રિટર્ન ભરવામાં હવે માત્ર 21 દિવસનો સમય બાકી છે. 2 કરોડથી વધુ લોકોએ ઈન્કમટેક્સ રિટર્ન ભર્યું છે. જેમાંથી અનેક લોકોના રિટર્નના પૈસા પરત આવી ગયા છે, પરંતુ અનેક લોકોના પૈસા પરત આવ્યા નથી. રિટર્ન ભરવા છતાં પૈસા પરત નથી મળી રહ્યા તો આવકવેરા વિભગાને ફરિયાદ કરી શકો છો.
રિટર્ન ભર્યાના 30 દિવસમાં રિફંડ ના મળે તો સૌથી પહેલા સ્ટેટસ ચેક કરો. રિફંડ મળવામાં વાર શા માટે લાગી રહી છે, તેની જાણકારી આપવામાં આવશે. રિફંડ મળવામાં મોડુ શા માટે થઈ રહ્યું છે, તે જાણી લીધા પછી તમે અધિકૃત વેબસાઈટ પર ફરિયાદ કરી શકો છો.
કોને ફરિયાદ કરવાની રહેશે
ટેક્સપેયર્સને રિફંડ ના મળે તો incometax.gov.in પર ફરિયાદ કરી શકાય છે. ઈન્કમટેક્સ વિભાગના ટોલ ફ્રી નંબર 1800-103-4455 પર પણ ફરિયાદ કરી શકાય છે. આ નંબર પર વર્કિંગ ડેઈઝ દરમિયાન સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કોલ કરી શકાય છે. તમે ઈ-ફાઈલિંગ પર પણ ફરિયાદ કરી શકો છો. તે પહેલા સ્ટેટસ ચેક કરવાનું રહેશે.
સ્ટેટસ ચેક કરો
સૌથી પહેલા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર એકાઉન્ટ લોગિન કરો.
હવે ઈ-ફાઈલ પર ક્લિક કરો અને ઈન્કમટેક્સ રિટર્ન પર જઈને ફાઈલ્ડ રિટર્ન ઓપ્શન પર ક્લિક કરો.
અસેસમેન્ટ યરના રિફંડ પર ક્લિક કરો.
વ્યૂ ડિટેઈલ્સ પર જઈને તમે રિફંડ સ્ટેટસ જોઈ શકો છો.
સ્ટેટસમાં શું હશે?
સ્ટેટસમાં રિફંડ રિજેક્ટેડ હોય તો તમને આવકવેરા વિભાગ તરફથી નોટીસ આપવામાં આવશે, જેમાં બાકી રહેલ રકમની જાણકારી આપેલ હશે. હવે તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરો અને ટેક્સ કેલ્ક્યુલેશન કરીને બાકી રહેલ ટેક્સ ચૂકવી શકો છો. રિટર્નમાં ભરેલ ડિટેઈલ યોગ્ય હશે, તો તમે બીજી વાર ITR ફાઈલ કરી શકો છો. જે માટે ઈન્કમટેક્સ એક્ટ 139(4) હેઠળ રેક્ટિફેશન રિટર્ન ભરી શકાય છે. જેની સાથે રિફંડ માટે તમામ ડોક્યુમેન્ટ પણ અટેચ કરવાના રહશે. ITR ખોટી રીતે ભરેલ હોય તો તાત્કાલિક ટેક્સ ચૂકવણી કરીને ફરી રિટર્ન ભરો.
ડિડક્શન બાકી હોય તો
ITR ડિડક્શન બાકી હોય તો તમે ફરી રિટર્ન ફાઈલ કરી શકો છો. રિવાઈઝ રિટર્ન ભરીને જે ડિડક્શન ભરવાનું બાકી હોય, તે ફરી ભરી શકો છો.
બેન્ક ડિટેઈલ ખોટી હોય તો…
ITRમાં બેન્ક ડિટેઈલ યોગ્ય ના હોય તો પણ તમારું રિફંડ અટતી શકે છે. સ્ટેટસ પરથી જાણી શકો છો કે, તમે બેન્ક ડિટેઈલ ખોટી ભરી છે. ત્યાર પછી તમે બેન્ક ડિટેઈલ અપડેટ કરી શકો છો. બેન્ક ડિટેઈલ અપડેટ કર્યા પછી રિફંડની રકમ પરત મળી શકે છે.