બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / what is a silent heart attack know causes symptoms risk factors

હાલ જાણો / ખબર પણ નહીં પડે અને આવી જશે સાયલન્ટ હાર્ટએટેક, પળમાં જતો રહેશે જીવ, જાણી લેજો બચવાના ઉપાય

Hiralal

Last Updated: 06:05 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં છેલ્લા કેટલાક સમયથી સાયલન્ટ હાર્ટએટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે તેના વિશે વિસ્તૃત જાણવાની જરુર છે.

  • વધી રહ્યાં છે સાયલન્ટ હાર્ટ એટેકના કેસ
  • ખબર પણ પડતી નથી અને જતો રહે છે જીવ
  • સાયલન્ટ હાર્ટ એટેકથી બચવું જરુરી 

તાજેતરના સમયમાં હાર્ટ એટેક કે હાર્ટ ડિસિઝને કારણે મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. પહેલા જ્યાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ હાર્ટ એટેક આવતા હતા પરંતુ હવે 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો પણ હાર્ટ એટેકથી મરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. આવી સ્થિતિમાં, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સાઇલન્ટ હાર્ટ એટેક શું છે અને તે સામાન્ય હાર્ટ એટેકથી કેટલું અલગ છે. ચાલો સાઇલન્ટ હાર્ટ એટેક સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો વિશે વિસ્તારથી જાણીએ.

સાયલન્ટ હાર્ટ એટેક એટલે શું?

સાયલન્ટ હાર્ટ એટેકને સાયલન્ટ ઇસ્કીમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સાયલન્ટ હાર્ટ એટેક આવે છે, ત્યારે તેના કોઈ લક્ષણો પહેલા જોવા મળતા નથી. સામાન્ય રીતે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો થવો જેવા લક્ષણો હાર્ટ એટેક આવે ત્યારે દેખાય છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ એટેકમાં વ્યક્તિને આ બધી બાબતોનો અનુભવ થાય તે જરૂરી નથી. જ્યારે તમારા હૃદયને પૂરતો ઓક્સિજન ન મળે ત્યારે હાર્ટ એટેક આવે છે. સામાન્ય રીતે ધમનીઓમાં પ્લેક જમા થવાને કારણે હૃદય સુધી લોહી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. ઘણા લોકો એવા છે જેમને ખબર નથી હોતી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં, જ્યારે ડોકટરો તેમની તપાસ કરે છે ત્યારે ખબર પડે છે. ઇસીજીની સાથે સાથે બીજા પણ ઘણા ટેસ્ટ છે જેના દ્વારા સાઇલન્ટ હાર્ટ એટેકની જાણકારી મળી શકે છે. ઘણી વખત લોકો હાર્ટ એટેકના લક્ષણોને બીજી સમસ્યાના લક્ષણ તરીકે અવગણે છે.

ખબર વગર આવી શકે હાર્ટ એટેક 

ઘણી વખત વ્યક્તિને ખબર પણ હોતી નથી અને હાર્ટ એટેક આવી જાય છે આવા કિસ્સામાં તેનું મોત પણ થઈ જાય છે. જ્યારે સાયલન્ટ હાર્ટ એટેક આવે છે, ત્યારે તેના લક્ષણો કાં તો ખૂબ હળવા હોય છે અથવા તો બિલકુલ દેખાતા નથી. આ સ્થિતિમાં, હૃદયમાં જતા લોહીનો પ્રવાહ થોડા સમય માટે અવરોધિત થાય છે, જે હૃદયના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે.

સાયલન્ટ હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ કોને
ઉત્તર પ્રદેશના જાણીતા સિનિયર ફિઝિશ્યન કન્સલ્ટન્ટ એમ.ડી.કલીમ અહમદે જણાવ્યું હતું કે સામાન્ય હાર્ટ એટેકમાં છાતીમાં ખૂબ જ દુખાવો થાય છે, જ્યારે સાઇલન્ટ હાર્ટ એટેકમાં આવા કોઇ લક્ષણો જોવા મળતા નથી. ડો.અહમદ કહે છે કે ડાયાબિટીઝ અને મોટી ઉંમરના લોકોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ ખૂબ વધારે હોય છે. તેમણે કહ્યું કે ઘણા લોકો એવા છે જે એસિડિટી અથવા અન્ય કોઈ સમસ્યાના લક્ષણો તરીકે હાર્ટ એટેકના લક્ષણોને અવગણે છે.

સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો

ડો.કલીમ અહેમદે જણાવ્યું હતું કે સામાન્ય રીતે સાયલન્ટ હાર્ટ એટેકમાં કોઇ લક્ષણો જોવા મળતા નથી, પરંતુ બહુ ઓછા કિસ્સામાં સાઇલન્ટ હાર્ટ એટેક આવે તે પહેલાં વ્યક્તિને શ્વાસની તકલીફનો સામનો કરવો પડી શકે છે. ઊલટાનું સામેના હાર્ટ એટેકમાં છાતીમાં સખત દુખાવો, શ્વાસની તકલીફ, ડાબા હાથમાં પરસેવો અને દુખાવો અને જડબામાં દુખાવો થવાની સમસ્યા રહે છે.

સાયલન્ટ હાર્ટ એટેકના મુખ્ય કારણો 
ડો.કલીમ અહેમદે જણાવ્યું હતું કે, કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જોવા મળે છે, જે મીણ જેવો પદાર્થ છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે, ત્યારે તે ધમનીઓમાં જમા થવા લાગે છે જેને કારણે હૃદયમાં લોહી અને ઓક્સિજનનો પ્રવાહ અવરોધવા લાગે છે. 

મેદસ્વીપણું
ધુમ્રપાન
બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી
તણાવ
ઊંઘનો અભાવ હાઈ બ્લડ પ્રેશર
કસરત ન કરવી
વધારે કોલેસ્ટ્રોલ

સાયલન્ટ હાર્ટ એટેકના જોખમને ટાળવાના ઉપાય 
ડો.કલીમ અહેમદે જણાવ્યું હતું કે સાયલન્ટ હાર્ટ એટેકના જોખમથી બચવા માટે જરૂરી છે કે તમે સમયાંતરે ચેકઅપ કરાવતા રહો, રોજની કસરત અને સંપૂર્ણ ઊંઘની સાથે સ્ટ્રેસ પણ ન લો. આ સિવાય એ પણ જરૂરી છે કે તમે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખો અને શરીરમાં કોઈ પણ પ્રકારના લક્ષણોને નજરઅંદાજ કરવાને બદલે ડોક્ટરનો સંપર્ક કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ