બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / What happened at the gate of the White House that PM Modi and Biden laughed out loud

વિદેશયાત્રા / VIDEO: 'વેલકમ, આજે તમારો દિવસ લાંબો રહ્યો...', વ્હાઇટ હાઉસના ગેટ પર એવી શું વાત થઈ કે જોરથી હસી પડ્યા PM મોદી અને બાયડન

Priyakant

Last Updated: 12:19 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Jo Biden News: કારમાંથી નીચે ઉતરતાની સાથે જ મોદી બાયડનને ખૂબ જ ઉષ્માપૂર્વક મળ્યા, અમે સાંભળ્યું કે તમારી પ્રેસ કોન્ફરન્સ આવી ગઈ છે. આ પછી PM મોદી હસવા લાગ્યા

  • PM મોદી હાલ USAના પ્રવાસે, વ્હાઇટ હાઉસના પરિસરમાં કરાયું સ્વાગત 
  • સ્વાગત દરમિયાન જો બાયડને કહ્યું, વેલકમ, આજે તમારો દિવસ લાંબો રહ્યો
  • અમે પ્લાનિંગ કરી રહ્યા હતા... અને પછી  PM મોદી અને બાયડન હસવા લાગ્યા 

PM મોદી હાલ USAના પ્રવાસે છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન તેમની પત્ની જીલ સાથે વ્હાઇટ હાઉસના પરિસરમાં PM મોદીને આવકારવા માટે ઉભા હતા. કારમાંથી નીચે ઉતરતાની સાથે જ મોદી બાયડનને ખૂબ જ ઉષ્માપૂર્વક મળ્યા હતા. આ દરમિયાન કેટલીક હળવી ઘટનાઓ પણ બની હતી. PM મોદી એક વાત કહેતા જોર જોરથી હસતા જોવા મળ્યા હતા. 

વાસ્તવમાં બંને વચ્ચેની મજેદાર વાતચીતનો કેટલોક ભાગ નજીકમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો હતો. PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચે તે પહેલા જ બાયડન તેમની પત્ની જીલ સાથે તેમના દરવાજે ઉભા હતા. મોદીની કાર રોકાઈ અને બાયડન તેમને રિસીવ કરવા આગળ વધ્યા. જીલ પાછળ ઉભી હતી. PM મોદી કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ બાયડને તેમનો હાથ પકડી લીધો. આના કરતાં વધુ હૂંફ બાયડનના શબ્દોમાં હતી.

જો બાયડને શું કહ્યું ? 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, સ્વાગત દોસ્ત, તમારો આજનો દિવસ ઘણો લાંબો હતો... વાસ્તવમાં બાયડને આવું એટલા માટે કહ્યું કારણ કે PM મોદીનો બુધવાર ખૂબ જ વ્યસ્ત હતો. તેમણે સવારે 8 વાગ્યે (US સમય મુજબ) યુએન ખાતે યોગ દિવસના યોગ સત્રમાં હાજરી આપી હતી. આ પછી તેમની મુલાકાત ચાલુ રહી હતી.  મુત્સદ્દીગીરીમાં બોડી લેંગ્વેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોદી અને બાયડનની આ મીટિંગમાં બાયડેન મિત્ર PM મોદીની પીઠ પર હાથ લગાવતા જોવા મળ્યા હતા. આ ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોનો સ્પષ્ટ સંકેત છે.

PM મોદીનું બાયડન અને તેમની પત્નિ સાથે ફોટો સેશન 
આ પછી તરત જ PM મોદીએ બાયડન અને તેમની પત્ની સાથે ફોટો સેશન કર્યું હતું. આ દરમિયાન બાયડન સાથે વાતચીત પણ ચાલુ રહી. બાયડન ફરી એકવાર PM મોદીને કહેતા સાંભળ્યા કે, લાંબી મુસાફરીમાં આપનું સ્વાગત છે. આ પછી આ પ્રથમ મુલાકાતમાં વાતચીતની બીજી શ્રેણી શરૂ થઈ. 

આ દરમિયાન અમેરિકન ફર્સ્ટ લેડી જીલ કેટલીક વાતો કહેતા મોટેથી હસતી જોવા મળી હતી. આખરે એવું તો શું થયું કે મોદી ખુબ હસવા લાગ્યા. બંનેની વાતચીતનો કેટલોક ભાગ કેમેરામાં કેદ થયો હતો. જીલે PM મોદીને કેટલીક વાતો કહી. તેના જવાબમાં PM મોદીને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે અમે પ્લાનિંગ કરી રહ્યા હતા... પરંતુ અમે સાંભળ્યું કે તમારી પ્રેસ કોન્ફરન્સ આવી ગઈ છે. આ પછી PM મોદી હસવા લાગ્યા. જે બાદમાં બાયડન અને જીલ પણ હસવાનું રોકી શક્યા નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ