ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આરોગ્ય / રિલેશનશિપ / what does this type of dream says about you

ડ્રિમ વર્લ્ડ / સેક્સના સપના આવતાં હોય તો તમારી સાથે થવાનું છે ગજબનું, ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડે તો ખાસ જાણવું

Published By: Hiralal

Last Updated: 04:40 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપનામાં પોતાની જાતને કે બીજા કોઈને સેક્સ માણતા જોવાનો શું અર્થ હોઈ શકે તેને લઈને સ્વપ્ન વિજ્ઞાનમાં વિસ્તારથી વાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

  • સ્વપ્ન વિજ્ઞાનમાં સેક્સના સપનાનો અર્થ કહેવાયો છે 
  • સેક્સના સપના આવવા સંબંધો સારા હોવાની નિશાની
  • જીવનસાથી કે લવ પાર્ટનર સાથે સેક્સ સુખી લગ્નજીવનની નિશાની 

ઘણા લોકોને સેક્સના સપના આવતાં હોય છે. સેક્સના સપનાનો એક ખાસ અર્થ થતો હોય છે. સેક્સના સપના આવવાનો અર્થ કોઈનામાં સેક્સની ભૂખ રહી ગઈ છે તેવો થતો નથી. સેક્સના સપના આવવાનો શું મતલબ હોઈ શકે તેને લઈને સ્વપ્ન વિજ્ઞાનમાં જણાવાયું છે. સપનામાં પોતાની જાતને કે બીજા કોઈને સેક્સ માણતા જોવાનો શું અર્થ હોઈ શકે? નહીં તો આવો જાણીએ. 

સપનામાં જીવનસાથી સાથે રિલેશનનો શું અર્થ 
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાના જીવનસાથી કે લવ પાર્ટનર સાથે સેક્સ કરે છે તો તેના બે અલગ-અલગ અર્થ હોઇ શકે છે, કાં તો તમારો સંબંધ ઘણો સારો છે અને તમારું લગ્ન જીવન ખૂબ જ સુખી થવાનું છે.

ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે
સ્વપ્નમાં જો તમે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ કે એક્સ સાથે શારીરિક સંબંધો બાંધવાનું સપનું જોતા હોવ તો તમારા લગ્ન થઈ શકે છે અને  એક્સ સાથે સેક્સ માણવાના સપના જોતા હોવ તો જો તમે અપરિણીત છો તો તમે લગ્ન કરી શકો છો. તેમજ આવનારા દિવસોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. ત્યાં જ અટકેલું કામ થઈ શકે છે.

હોઠ પર કિસ કરવાનું સપનું જોવાનો શું મતલબ 
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો સપનામાં તમે ખુદને કોઈ બીજાના હોઠને કિસ કરતા જુઓ છો તો તે શુભ સંકેત છે. વળી, તેનો અર્થ એ છે કે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે. સાથે જ સંબંધોમાં તમારી કમિટમેન્ટ પણ બતાવે છે. સપનામાં કોઇના હોઠને કિસ કરવાનો અર્થ એ છે કે આવનારા સમયમાં તે વ્યક્તિ સાથે તેના સંબંધની પુષ્ટિ થઇ શકે છે. એવી પણ સંભાવનાઓ હોઈ શકે છે કે તમે કોઈ નવા સંબંધમાં પ્રવેશ કરી રહ્યા છો અથવા જો તમે અપરિણીત છો તો તમને કોઈ રિલેશનશિપ પ્રપોઝલ મળી શકે. 

ગાલ પર કિસવાળા સપનાનો શું અર્થ 
સપનામાં જો તમે કોઇના ગાલ પર કિસ કરો છો કે કોઇ તમારા ગાલ પર કિસ કરે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો જેણે તમારા ગાલ પર ચુંબન કર્યું હતું. ઉપરાંત, તમને તેમની રીતભાત અને વાતચીતની વર્તણૂક ગમે છે. સપનામાં કોઈના ગાલ પર કિસ કરવાથી તેના પ્રત્યે મિત્રતા, આસક્તિ, સન્માન અને સારું વર્તન જોવા મળે છે. જો તમારા લગ્ન થઈ ગયા હોય તો જીવનસાથી સાથે તમારો સંબંધ સારો રહેવાનો છે તે દર્શાવે છે. 

ગે સંબંધનું સપનું જોવાનો શું અર્થ 
જો તમે સજાતિય સંબંધ બાંધવાનું સપનું આવતું હોય તો એનો મતલબ એવો નથી કે તમે ગે થવાના છો પરંતુ તેનો અર્થ એવો થાય કે તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો અને પોતાને ખુબ પ્રેમ કરો છો.

ઓફિસમાં સેક્સનું સપનું 
જો તમે સપનામાં બોસ કે પછી કલીગ સાથે સેક્સ કરવાનું જુઓ તો બીજા દિવસે તેનાથી નજર ન છુપાવતા. તેનો અર્થ એવો થાય છે કે તમે તેની પાસેથી ઘણું શીખી શકો છો અને આ રીતે જીવનમાં તમે ખૂબ સફળ થશો. 

ગ્રુપ સેક્સનો શું અર્થ 
જો તમે તમારી જાતને સપનામાં ગ્રુપ સેક્સમાં સંકળાયેલા જોતા હોવ તો તે તમારી દબાયેલી જાતિય ઈચ્છાનું પ્રતિક છે. તેનો અર્થ એવો થાય છે કે રિયલ લાઈફમાં રૃઢિચુસ્ત વિચારોને તોડીને તમે કંઈ નવું કરવા માગો છે. 

પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડ સાથે સેક્સના સપનાનો આવો થાય અર્થ 
જો તમે સપનામાં પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડ સાથે પોતાને સેક્સ કરતા જુઓ તો તેનો અર્થ એવો નથી કે તમે તેનાથી આકર્ષિત છો. આ પ્રકારના સપનનો અર્થ થાય છે કે તમારે તમારી સેક્સ લાઈફમાં નવેસરથી વસંત લાવવાની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

VTV News dream science news dream sex dream sex vtv news ડ્રીમ સેક્સ સેક્સ ઈન ડ્રીમ sex in dream

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ