બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Case લગાવ્યા બાદ કેવો દેખાઇ રહ્યો છે iPhone 17 Pro Max? સામે આવી તસવીરો

ટેક્નોલોજી / Case લગાવ્યા બાદ કેવો દેખાઇ રહ્યો છે iPhone 17 Pro Max? સામે આવી તસવીરો

Last Updated: 10:19 AM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 9 સપ્ટેમ્બરે યોજાનાર એપલની ઇવેન્ટમાં iPhone 17 સિરીઝ લોન્ચ થશે. જેમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max લોન્ચ થવાના છે.

9 સપ્ટેમ્બર 2025એ એપલની સ્ટીવ જોબ્સ થિયેટરના ક્યુપરટિનોમાં ઇવેન્ટ યોજાશે.આ ઇવેન્ટમાં કંપની તેની નવી iPhone 17 સિરીઝ રજૂ કરશે, જેમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max સામેલ હશે.

જાણીતા ટિપસ્ટર ઇવાન બ્લાસે તાજેતરમાં અર્બન આર્મર ગિયર (UAG)ના iPhone 17 કેસની તસવીરો શેર કરી છે. આ કેસથી ફોનની ડિઝાઇન અને કેમેરા લેઆઉટ સંબંધિત કેટલીક ડિટૈલ્સ સામે આવી છે.

લીક મુજબ, સ્ટાન્ડર્ડ iPhone 17 ની ડિઝાઇન લગભગ iPhone 16 જેવી જ હશે. એટલે કે Apple તેના બેઝિક મોડેલની ઓળખમાં વધુ ફેરફાર નહી કરે. પરંતુ Pro અને Pro Max મોડેલમાં પાછળનો કેમેરા મોડ્યુલ મોટો અને વધુ સ્ટ્રક્ચર્ડ દેખાય છે. આથી કેમેરા અપગ્રેડ આ વખતે મુખ્ય આકર્ષણ હોઈ શકે છે.

  • iPhone 17 Air એક સસ્તું મોડેલ

એપલનો નવો iPhone 17 Air આ સિરીઝનો મિડ-રેન્જ અથવા સસ્તું મોડેલ માનવામાં આવે છે. તેમાં એક સિંગલ રીઅર કેમેરા હશે, જેને પિલ શેપ મોડ્યુલમાં રાખવામાં આવશે. તેની ડિઝાઇન કંઈક અંશે Google Pixel ફોનની ઝલક દેખાશે.  iPhone 17 Airમાં પણ એક્શન બટન અને કેમેરા કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી હોવાના સંકેતો છે. એટલે કે, Apple તેના લોઅર-એન્ડ મોડેલ્સમાં પણ પ્રીમિયમ સુવિધાઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

  • નવા સોફ્ટવેર અપડેટ્સ

iPhone 17 સિરીઝ સાથે Apple તેના સમગ્ર સોફ્ટવેર ઇકોસિસ્ટમને પણ અપડેટ કરશે. કંપની આ ઇવેન્ટમાં iOS 26, iPadOS 26, watchOS 26, tvOS 26 અને macOS Tahoe 26 ના સ્ટેબલ વર્ઝન લોન્ચ કરશે. આમ,  iPhone થી iPad, Watch અને Mac સુધીની તમામ ડિવાઈસ પર એક નવો એક્સપીરિયન્સ મળશે.

  • આ લોન્ચ શા માટે ખાસ?

દર વર્ષે Apple તેના ફ્લેગશિપ iPhones સાથે નવી ટેકનોલોજી અને ડિઝાઇન લાવે છે. આ વખતે બધાની નજર  કેમેરા ડિઝાઇન, એક્શન બટન અને નવા એર મોડેલ પર છે. આ સિવાય સોફ્ટવેર અપડેટ્સ પણ iPhone 17 સિરીઝને વધુ પાવરફુલ બનાવશે.

  • ક્યા જોવા મળશે ઈવેન્ટ?

આ Apple ઇવેન્ટ 9 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે. તે કંપનીની વેબસાઇટ અને સત્તાવાર ચેનલો પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.

વધુ વાંચો : જોઈ OnePlus 15 5Gની પહેલી તસવીર? આખી ડિઝાઇન બદલાઈ ગઈ, જુઓ Photos-ફીચર્સ

ઉલ્લેખનીય છે કે, iPhone 17 સિરીઝમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max સામેલ હશે. iPhone 17 Air એક મિડ-રેન્જ મોડેલ હશે જેમાં પિલ-આકારના સિંગલ કેમેરા અને એક્શન બટન જેવી સુવિધાઓ હશે.  iPhone 17 Pro અને Pro Max માં મોડેલોને એક નવું અને મોટું કેમેરા મોડ્યુલ આપવામાં આવશે. આ ઇવેન્ટમાં iOS 26, iPadOS 26, watchOS 26, tvOS 26 અને macOS Tahoe 26 ના સ્ટેબલ વર્ઝન લોન્ચ કરાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 17 Pro iPhone 17 Series iPhone 17 Pro Max
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ