બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / West Bengal: Former cricketer and Moyna BJP candidate Ashok Dinda attacked during election campaign
Hiralal
Last Updated: 08:24 PM, 30 March 2021
બંગાળ ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા વધુ એક રાજકીય હિંસાની ઘટના બની છે. મંગળવારે પૂર્વ ક્રિકેટર અને મોયના વિધાનસભાના ભાજપ ઉમેદવાર અશોક ડિંડા પર અજ્ઞાત લોકોએ હુમલો કરી દીધો હતો. અશોક ડિંડા મોયનામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમની પર કાર પર લાઠી અને પથ્થરો ફેંકીને હુમલો કર્યો હતો, હુમલામા ડિંડાને વાગ્યું હોવાનું પણ કહેવાય છે, તેમની કારને પણ ઘણુ નુકશાન થયું હતું.
પ્રચાર કરીને પાછા આવતા બની ઘટના
ડિંડાના મેનેજરે જણાવ્યું કે અશોક ડિંડા લગભગ 4.30 વાગે ચૂંટણી પ્રચાર કરીને પરત આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં ઘણા લોકોએ લાઠી, રોડ અને પથ્થરો ફેંકીને તેમની પર હુમલો કર્યો હતો જેને કારણે ડિંડાને ખભે વાગ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટના મોયના બજારની સામે થઈ. ત્યાં ટીએમસીના એક સ્થાનિક ગૂંડા શાહજહાન અલી બીજા બે લોકો હાજર હતા.
અશોક ડિંડાની કાર તરફ મોટા પથ્થર ફેંકાયા, ખભે ઈજા આવી
ગૂંડાઓએ તમામ રસ્તા બંધ કરી રાખ્યા હોવાથી બચવાનો કોઈ માર્ગ નહોતો. ડિંડા વચ્ચેની બેઠક પર બેઠા હતા. સદનસીબે તેમણે માથુ નીચું કરીને જીવ બચાવ્યો હતો. તેમની કાર તરફ એક મોટો પથ્થર પણ ફેકાયો હતો જેને કારણે બારીના કાચના ભૂક્કા બોલી ગયા હતા.
તેમણે જણાવ્યું કે હુમલા પછી ડિંડાને ખભામાં ઘણુ વાગ્યું હતું. ચૂંટણી પંચે આ ઘટનાને ગંભીર માનીને સ્થાનિક વહિવટી તંત્ર પાસેથી રિપોર્ટની માગ કરી છે. ભાજપે આ ઘટના બદલ ટીએમસીને જવાબદાર ઠેરવી છે. જોકે ટીએમસીએ આ આરોપને રદિયો આપીને જણાવ્યું કે પાર્ટીએ હુમલા સાથે કંઈ લેવાદેવા નથી.
West Bengal: Former cricketer and BJP candidate from Moyna, Ashok Dinda attacked by unidentified people in Moyna. Details awaited. pic.twitter.com/wxu6mT335v
— ANI (@ANI) March 30, 2021
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો