બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Politics / west bengal and assam assembly elections 2021 phase 1 voting

વિધાનસભા ચૂંટણી / બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ લોકોને મતદાનની કરી અપીલ

Hiren

Last Updated: 07:48 AM, 27 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પશ્ચિમ બંગાળ, આસામ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનુ મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં 73 લાખથી વધુ મતદારો 191 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.

  • પશ્ચિમ બંગાળ, આસામમાં પ્રથમ તબક્કાનુ મતદાન
  • 191 ઉમેદવારોના ભાગ્યનો થશે નિર્ણય
  • PM મોદીએ લોકોને કરી અપીલ

પશ્ચિમ બંગાળના 5 જિલ્લાની 30 બેઠકો પર મતદાન શરૂ થયું છે. જેમાં પુરુલિયા, બાંકુરા, ઝારગ્રામ, પશ્ચિમ મિદનાપુર અને પૂર્વ મિદનાપુરમાં મતદાન થઇ રહ્યું છે. આ માટે સેન્ટ્રલ ફોર્સની 730 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આસામ વિધાનસભાની 47 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે.

પશ્ચિમ બંગાળના 5 જિલ્લાની 30 બેઠકો પર મતદાન

પશ્ચિમ બંગાળની પુરુલિયા, બાંકુરા, ઝારગ્રામ, પશ્ચિમ મદિનાપુર, પૂર્વ મદિનાપુર જિલ્લાની 30 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ 30 બેઠકોમાં પટાશપુર, ભગવાનપુર, ખેજુડી, કાંથી ઉત્તર, કાંથી દક્ષિણ, એગરા, રામનગર, બિનપુર, ગોપીબલ્લભપુર, ઝારગ્રામ, નયાગ્રામ, કેશિયરી, ગડબેતા, સાલબોની, ખારગપુર, મેદિનીપુર, દાંતન, બંદવાન, બલરામપુર, જયપુર, પુરૂલિયા, બાઘમુંડી, માનબજાર, પરા, રઘુનાથ, કાશીપુર, સાલતોરા, રાનીબાંધ, રાયપુર અને છતના બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

આસામની 47 બેઠકો પર મતદાનઃ ડિબ્રૂગઢમાં લાગી મતદારોની લાઇન

આસામના ડિબ્રૂગઢમાં મતદાન માટે સવારથી જ લોકો લાઇનમાં લાગેલા નજરે આવી રહ્યા છે. આસામમાં પહેલા તબક્કામાં વિધાનસભાની 47 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આસામમાં વિધાનસભાની 126 બેઠકો છે, જેમાંથી 47 બેઠકો પર પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. આ બેઠકો પર આસામ અને બ્રહ્મપુત્રના ઉત્તર કિનારાના 12 જિલ્લાઓમાં છે. 

PM મોદીએ લોકોને કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે બાંગ્લાદેશમાં છે. તેઓ 2 દિવસની બાંગ્લાદેશ યાત્રા માટે 26 માર્ચે પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી ટ્વિટ કરી લોકોને ભારે સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે. પીએમ મોદીએ બંગાળ અને અસમના લોકોને મત કરવાની અપીલ કરતું ટ્વિટ કર્યું છે.

ચૂંટણી પંચે વધાર્યો મતદાનનો સમય

બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે. ત્યારે આસામમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. ચૂંઠણી પંચે આ વખતે મતદાનનો સમય વધાર્યો છે.

આસામમાં ત્રણ અને બંગાળમાં આઠ તબક્કામાં મતદાન

આસામમાં 3 તબક્કામાં 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી થશે જ્યારે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. આ બન્ને રાજ્યો સહિત અન્ય 5 રાજ્યોમાં 2 મેએ પરિણામ જાહેર થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ