બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:21 PM, 17 February 2024
ADVERTISEMENT
Weather Update :રાજ્યના વતાવરણને લઈને હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે જ્યારે વરસાદની કોઈ સંભાવના નહીં હોવાની આગાહી કરાઈ છે. તો આગામી બે દિવસ સામાન્ય તાપમાન વધવાની પણ આગાહી કરાઈ છે.

ADVERTISEMENT
ક્યાં કેટલું તપામાન નોંધાયું ?
બે દિવસ બાદ સામાન્ય તાપમાન ઘટશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. હાલ અમદાવાદમાં રાતનું 19.4 ડિગ્રી તાપમાન હોવાનું જણાવ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયામાં રાતનું સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે પવન રહેવાને લઈને હાલ લોકોને ઠંડીનો અહેસાસ થશે.
વાંચવા જેવું: વૃદ્ધ સાથે પરેન્ક કરવાના ચક્કરમાં ગુજરાતનો જાણીતો યુટ્યુબર ફસાયો, પરિવારે નોંધાવી ફરિયાદ, સાયબર ક્રાઇમ એક્ટિવ
ADVERTISEMENT
દિલ્હીમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. આજે પણ ઠંડા પવન સાથે ધુમ્મસ રહેશે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં રાજધાનીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
IMD અનુસાર, 19મીથી 21મી સુધી વરસાદની સંભાવના છે. આ તરફ યુપીના ઘણા શહેરોમાં ધુમ્મસ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનૌ, અયોધ્યાથી કાનપુર સુધી ધુમ્મસ રહેશે. આજે પણ ગાઢ ધુમ્મસ હતું. તે જ સમયે, આગામી એક-બે દિવસ સુધી હળવું ધુમ્મસ અને આંશિક વાદળછાયું આકાશ રહી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.