બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / weather update rain possibility imd alert latest india news

હવામાન આગાહી / બદલાયો મોસમનો મિજાજ! હવેનાં ચાર દિવસ લૂમાં થશે ઘટાડો, આ વિસ્તારોમાં પડશે વરસાદ

Dhruv

Last Updated: 10:58 AM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMDના જણાવ્યાં અનુસાર, દેશના કેટલાંક વિસ્તારોમાં 4 દિવસ સુધી લૂની લહેરની કોઈ જ શક્યતા નથી. તો કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

  • દેશના કેટલાંક વિસ્તારોમાં 4 દિવસ લૂમાં થશે ઘટાડો
  • કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા
  • પશ્ચિમ રાજસ્થાનમાં તીવ્ર ગરમીનો પ્રકોપ

IMDના વૈજ્ઞાનિકના જણાવ્યાં અનુસાર, દેશમાં પશ્ચિમ રાજસ્થાનના કેટલાંક ભાગો અને મહારાષ્ટ્રના વિદર્ભને બાદ કરતાં દેશના કોઈ પણ ભાગમાં આગામી ચાર દિવસ સુધી લૂની લહેરની કોઈ જ શક્યતા નથી. હવામાન કચેરીએ જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ફુંકાવાની સાથે-સાથે હળવો વરસાદ વરસવાની શક્યતા છે.

દક્ષિણ હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં રવિવારે બપોરે વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તાજેતરની સ્થિતિએ રવિવારે લૂની લહેરનો સામનો કરી રહેલા ઉત્તર-પશ્ચિમ ભારતને ઘણી રાહત આપી છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે આ અંગેની જાણકારી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં રવિવારે બપોરે વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. આઈએમડીના વૈજ્ઞાનિક આરકે જેનામણિના જણાવ્યાં અનુસાર દેશના મોટા ભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી લૂની લહેર રહેવાની કોઈ જ શક્યતા નથી. જો કે, મધ્ય ભારત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ વધારે રહેવાનું અનુમાન છે.

જેનામણિએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાનના કેટલાંક ભાગો અને મહારાષ્ટ્રના વિદર્ભને બાદ કરતાં દેશના કોઈ પણ ભાગમાં આગામી ચાર દિવસ સુધી લૂની લહેરની કોઈ જ શક્યતા નથી. હવામાન કચેરીએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ફુંકાવાની સાથે-સાથે હળવો વરસાદ વરસવાની પણ સંભાવના છે. આ સાથે વિદર્ભ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાંક ભાગોમાં પણ લૂની લહેર આવવાની સંભાવના છે.

પશ્ચિમ રાજસ્થાનમાં તીવ્ર ગરમીનો પ્રકોપ

પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં પણ રવિવારે તીવ્ર હિટવેવ જોવા મળ્યો હતો. જેમાં બિકાનેરમાં 47.1 ડિગ્રી સેલ્સિયસ, ગંગાનગરમાં 46.9 ડિગ્રી સેલ્સિયસ, બાડમેરમાં 46.8 ડિગ્રી સેલ્સિયસ અને ફલોદીમાં 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો નોંધાયો હતો. મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં બ્રમ્હાપુરી (46.2°C) અને ચંદ્રપુર (46°C), અને નૌગાંવ (45.5°C), રાજગઢ (45.4°C) અને ખજુરાહો (45.4°C) એ પણ ભારે તીવ્ર ગરમીનો સામનો કરવો પડ્યો.

IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં એક-બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.' ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, ઓછાં વરસાદના કારણે 122 વર્ષમાં સૌથી ગરમ એપ્રિલનો અનુભવ થયો, જેમાં સરેરાશ મહત્તમ તાપમાન અનુક્રમે 35.9 ડિગ્રી સેલ્સિયસ અને 37.78 ડિગ્રી સેલ્સિયસ હતું. દેશમાં ઘણી જગ્યાએ એપ્રિલ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું, કારણ કે આકરી ગરમીના પ્રભાવ હેઠળ તાપમાનનો પારો 46-47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.

યુપીના બાંદામાં એપ્રિલ મહિનાનો રેકોર્ડ તૂટ્યો

પૂર્વી ઉત્તર પ્રદેશના બાંદામાં શુક્રવારે એપ્રિલનું રેકોર્ડ ઉંચુ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે એપ્રિલનું સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝાંસી અને લખનઉમાં, હરિયાણાના ગુરુગ્રામ અને મધ્ય પ્રદેશના સતનામાં અનુક્રમે 46.8 °C, 46.2 °C, 45.1 °C, 45.9 °C અને 45.3 °C નોંધાયું હતું.

દિલ્હીમાં ગુરુવાર અને શુક્રવારે 43.5 ડિગ્રી સેલ્સિયસ સાથે 12 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. શનિવારે દિલ્હીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વેધર સ્ટેશનમાં મહત્તમ તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આકરી ગરમી વચ્ચે શુક્રવારે ભારતમાં વીજળીની માંગ 207.11 ગીગાવોટની સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઇ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ