બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Waters of Jhanjwa in Kheralu's destiny: Irrigation problem in spite of Dharoi dam in the taluk itself

VTV વિશેષ / ખેરાલુના નસીબમાં ઝાંઝવાનાં જળ: તાલુકામાં જ ધરોઇ ડેમ છતાં સિંચાઇમાં સમસ્યા, નેતાઓ આપી રહ્યા છે 'આશા'

Priyakant

Last Updated: 12:42 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌથી મોટી સિંચાઈ યોજના ધરોઈ ડેમ હોવા છતાં ખેરાલુ તાલુકાને આ ડેમનો લાભ નથી મળતો. અધૂરામાં પૂરું અહીં ચીમનાબાઈ તળાવની જળસપાટી દર વર્ષે ખેડૂતો માટે ઝાંઝવાના જળ જેવી બની

  • આંખ સામે લહેરાતું સરોવર, પણ ખેતીને લાભ મળે તો કામનું
  • ખેરાલુના ચીમનાબાઈ તળાવની જળસપાટી જાળવી રાખવી જરૂરી 
  • સિંચાઈ માટે દર વર્ષે ઝઝૂમતા ખેડૂતો, ખેરાલુના અનેક વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંચા લાવવા જરૂરી 

માનો કે તમારી સામે આખો દરિયો હોય અને છતાંય ટીપું પાણી માટે પણ તરસવું પડે, આવી જ સ્થિતિ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની છે. કારણ કે ખેરાલુ તાલુકાની કમનસીબી એ છે કે, આ તાલુકામાં ઉત્તર ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ધરોઈ ડેમ હોવા છતાં ખેરાલુ તાલુકાને આ ડેમનો લાભ નથી મળતો. અધૂરામાં પૂરું અહીં ચીમનાબાઈ તળાવની જળસપાટી દર વર્ષે ખેડૂતો માટે ઝાંઝવાના જળ બની જાય છે. આજે અમે તમને આ સ્પેશ્યલ રિપોર્ટમાં જણાવીશું કે શું છે આ વર્ષો જૂની સમસ્યાનું કારણ ?  

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની કમનસીબી એ છે કે, આ તાલુકામાં ઉત્તર ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ધરોઈ ડેમ હોવા છતાં ખેરાલુ તાલુકાને આ ડેમનો લાભ નથી મળતો. આ તાલુકાનો એક માત્ર આધાર ચીમનાબાઈ સરોવર છે. કાદરપુર ગામ નજીક 1600 એકરમાં પથરાયેલા ચીમનાબાઈ સરોવરમાં જો જળ સ્તર લેવલ જાળવી રાખવામાં આવે તો ખેરાલુના અનેક વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંચા આવે તેમ છે અને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. આ બાબતે ખેરાલુ તાલુકાના ખેડૂતો વારંવાર ગાંધીનગર સુધી રજુઆત કરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જોકે હજુ પણ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ આ મુદ્દાને ઉકેલવાની આશા બંધાવી રહ્યા છે.

ગાયકવાડી સમયે થયું હતું સરોવરનું નિર્માણ 
મહત્વનું છે કે, ગાયકવાડી સમયમાં દુષ્કાળની પરિસ્થિતિ વખતે સયાજીરાવ ગાયકવાડ દ્વારા ખેરાલુ તાલુકા માટે કાદરપુર નજીક 1600 એકરમાં સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સરોવરને મહારાણી ચીમનાબાઈનું નામ આપવામાં આવ્યું હતું. આ સરોવરનો મુખ્ય સ્ત્રાવ ક્ષેત્ર રૂપેણ નદી છે. પણ સમય જતાં રૂપેણ નદી લુપ્ત થઈ ગઈ અને આ સરોવરમાં કુદરતી રીતે પાણી આવવાનું બંધ થઈ ગયું.

જોકે ત્યાર બાદ કૂડા અને અન્ય ફીડર દ્વારા ચોમાસામાં ચીમનાબાઈ તળાવમાં પાણી તો ઠલવાય છે પરંતુ તેનું વોટર લેવલ જાળવવાનો પ્રશ્ન છે તે કેટલાક ટેકનિક મુદ્દાના કારણે ઉકેલાતો નથી. જોકે આ સમસ્યાને સ્થાનિક વિપક્ષી નેતાઓ ચૂંટણીના મુદ્દા માટેની એક તરકીબ ગણાવી રહ્યા છે. 

જળસ્તર જાળવી રાખવો એ સૌથી મોટો પ્રશ્ન 
થોડા વર્ષો પહેલા સરકારે આ સરોવરને જીવંત બનાવવા નર્મદાનું પાણી કૂડા ફીડરથી લાવવાની યોજના બનાવી અને 100 ક્યુસેક પાણી સરોવર સુધી પહોચાડી સરોવરનું જળસ્તર 13 ફૂટ સુધી લઈ જવાયું. જોકે જળસ્તર જાળવી રાખવાનો કોઈ નિયમ કે ગાઈડલાઇન નહિ હોવાના કારણે રવિ સિઝન માટે એટલું જ પાણી સિંચાઈ માટે આપવાનું શરૂ કરી દેવાયું. આમ આવક સામે એટલી જ જાવક થઈ જતા સરોવરનું જળસ્તર 24 ફૂટ લઈ જવાની માંગણી ઠેર ની ઠેર જ રહી. જોકે જાણકાર લોકો આને વહીવટી તંત્રી અણઆવડત તરીકે ગણાવી રહ્યા છે. 

હવે ઉકેલ શું ? 
ખેરાલુ તાલુકાનો એક માત્ર આધાર ચીમનાબાઈ સરોવર છે. આ તાલુકાને જો આર્થિક રીતે સમૃદ્ધ બનાવવો હોય તો ચીમનાબાઈ સરોવરના પ્રશ્નનો ઉકેલ શોધવો જ રહ્યો જોકે 25 વર્ષથી આ પ્રશ્ન ઉકેલાવાની રાહ જોતા ખેરાલુના ખેડૂતોનું આ સપનું ક્યારે પૂરું થશે તેનો જવાબ કોઈની પાસે નથી. આ તરફ હવે નવા ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ આ મામલે જો કોઈ કવાયત શરૂ કરે તેવી પંથકમાં લાગણી ઉઠી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ