બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / Politics / અન્ય જિલ્લા / લોકસભા ચૂંટણીનું પરિણામ જોવું છે? તો આ રીતે ચેક કરો તમારે ત્યાંની બેઠકનું રિઝલ્ટ, જાણો પ્રોસેસ

લોકસભા ચૂંટણી 2024 / લોકસભા ચૂંટણીનું પરિણામ જોવું છે? તો આ રીતે ચેક કરો તમારે ત્યાંની બેઠકનું રિઝલ્ટ, જાણો પ્રોસેસ

Priykant Shrimali

Last Updated: 08:53 AM, 4 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : લોકસભા ચૂંટણીના પરિણામો સંબંધિત દરેક અપડેટ જાણવા માટે તમે પણ vtvgujarati.com સાથે જોડાયેલ રહો. તમારી લોકસભા બેઠકનું પરિણામ તમે અનેક રીતે જાણી શકો છો

Lok Sabha Election 2024 : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના પરિણામો સંબંધિત દરેક અપડેટ જાણવા માટે તમે પણ vtvgujarati.com સાથે જોડાયેલ રહો. તમારી લોકસભા બેઠકનું પરિણામ તમે અનેક રીતે જાણી શકો છો. અને આ પરિણામ જાણવાની પ્રક્રિયા સરળ છે.

દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024માં પડેલા મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. દેશમાં લગભગ દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આગામી 5 વર્ષ સુધી દેશ પર કોણ રાજ કરશે. આજે મતગણતરીનો દિવસ છે અને રાજકીય પક્ષોથી લઈને સામાન્ય જનતા સુધી દરેક આ દિવસની રાહ જોઈ રહ્યા છે અને EVM ખુલીને દરેકના ભાગ્યનો નિર્ણય થશે.

તમે કઈ રીતે જાણી શકશો પરિણામ ?

જો તમે ચૂંટણીના પરિણામો જોવા માંગો છો અને તમારી લોકસભા સીટ પરથી કયો ઉમેદવાર જીતી રહ્યો છે અથવા જીત્યો છે તે જાણવા માગો છો, તો અમે તમને એક પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે vtvgujarati.com વેબસાઇટ અને ECI વેબસાઇટ પર લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો જોઈ શકો છો. આ માટે મોબાઇલમાં બ્રાઉઝર ખોલો અને પછી ECI વેબસાઇટ પર જાઓ, અથવા તમે આ લિંક (https://results.eci.gov.in/) નો ઉપયોગ કરી શકો છો.

વધુ વાંચો : લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા પરષોત્તમ રૂપાલા, ગેનીબેન સહિત આ દિગ્ગજો પહોંચ્યા ભગવાનના શરણે, કર્યો જીતનો દાવો

પરિણામ ચકાસવામાં શું સાવચેતી રાખશો ?

આ પછી તમે તમારા રાજ્યનું સ્ટેટસ અને પછી તમારી લોકલ સીટ ચેક કરી શકો છો. અહીં તમે ચકાસી શકો છો કે ઉમેદવારોમાં કોણ આગળ છે અને કોણ જીત્યું છે. મતગણતરીના દિવસે એટલે કે 4 જૂને ઘણા લોકો ચૂંટણી પંચની વેબસાઈટની મુલાકાત લેશે અને સાયબર ગુનેગારો પણ આ તકનો લાભ લઈ શકશે. આવી સ્થિતિમાં, સાયબર ગુનેગારો ECI વેબસાઇટ જેવી લિંક બનાવીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. તેથી સાવચેત રહેવાની જરૂર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Results Lok Sabha Election 2024 LIVE Update Lok Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ