બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા પરષોત્તમ રૂપાલા, ગેનીબેન સહિત આ દિગ્ગજો પહોંચ્યા ભગવાનના શરણે, કર્યો જીતનો દાવો
Last Updated: 08:17 AM, 4 June 2024
Lok Sabha Election 2024 : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ તરફ આજે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાતાળેશ્વરના મહાદેવના દર્શન કરી મતગણતરી સ્થળે પહોંચ્યા હતા. આ સાથે સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે શામળાજીમાં દર્શન કર્યા હતા. આ તરફ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે તેમણે કાલાવાડ રોડ પરના ચમત્કારી હનુમાનજીના પણ દર્શન કર્યા હતા.
ADVERTISEMENT
બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાતાળેશ્વરના મહાદેવના દર્શન કરી મતગણતરી સ્થળે પહોંચ્યા છે. મહત્વનું છે કે, મતગણતરીના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા મત ગણતરી યોજાઈ રહી છે. ગેનીબેન ઠાકોરે કહ્યુ કે, બનાસકાંઠાની જનતાએ ખૂબ સારું મતદાન કર્યું છે, દેશનું ભવિષ્ય નક્કી કરવા મતદાન કર્યું છે. પરિણામ ને લઇ આશાવાદી છીએ. આ સાથે તેમણે ઉમેર્યું કે, દેશમાં INDIA ગઠબંધનની સરકાર બનશે. ભારતીય જનતા પાર્ટીની જેમ 5 લાખનાં દાવા નથી કરતા પણ બનાસકાંઠાની જનતા અમારી સાથે છે.
ADVERTISEMENT
સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે શામળાજીમાં કર્યા દર્શન
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીનું આજે પરિણામ છે ત્યારે સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે શામળાજીમાં દર્શન કર્યા છે. આજે શોભનાબેન બારૈયાએ ભગવાન શામળીયાના આશીર્વાદ લીધા બાદ તેમણે સાબરકાંઠામાં ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, ત્રીજી વખત કેન્દ્રમાં મોદી સરકાર બનશે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા મતગણતરીની શરૂઆત, થોડીવારમાં આવશે વલણ
પરશોતમ રૂપાલાએ કર્યા મહાદેવના દર્શન
ADVERTISEMENT
આ તરફ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે કાલાવાડ રોડ પરના ચમત્કારી હનુમાનજીના પણ દર્શન કર્યા હતા. પરશોતમ રૂપાલા ભગવાન શિવને જળાભિષેક કર્યો અને ભગવાનને જળાભિષેક કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.