બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / ગુજરાતમાં 25 સીટ પર ભાજપની જીત, તો કોંગ્રેસની 1 સીટ પર જીત

Results 2024 LIVE / ગુજરાતમાં 25 સીટ પર ભાજપની જીત, તો કોંગ્રેસની 1 સીટ પર જીત

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત લોકસભા બેઠક પર પરિણામો આવવાનાં શરૂ થઈ ગયા છે. ત્યારે મહેસાણા, ગીર સોમનાથ તેમજ ગાંધીનગર લોકસભા સીટ પર ભાજપની ભવ્ય જીત થવા પામી હતી..

લોકસભાની ચૂંટણીનાં પરિણામા આવવાનાં શરૂ થઈ ગયા છે. જેમાં મહેસાણા, ગીર સોમનાથ તેમજ ગાંધીનગરમાં ભાજપનાં ઉમેદવારની ભવ્ય જીત થવા પામી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભવ્ય જીત થવા પામી હતી.

ગુજરાતમાં ભાજપ જીત તરફ, બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત

બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ

June 04, 2024 14:35

બનાસકાંઠામાં ગેનીબેન આગળ તો પાટણમાં કોંગ્રેસને પછાડી બીજેપી આગળ

પૂનમ માંડમ જીત તરફ

June 04, 2024 13:49

જામનગર સીટ પર પૂનમ માંડમની જીત તરફ છે. પૂનમ માંડમ કોંગ્રેસનાં ઉમેદવારથી 1.94 લાખ મતથી આગળ છે.

અમરેલીમાં ભાજપની જીત તરફ

June 04, 2024 13:46

અમરેલી સીટ પર ભાજપનાં ભરત સુતરિયાની જીત તરફ છે. ભાજપનાં ભરત સુતરિયા 3.15 લાખ મતથી આગળ છે.

વલસાડ સીટ પર ભાજપની જીત નિશ્ચિત

June 04, 2024 13:31

વલસાડ સીટ પર ભાજપનાં ધવલ પટેલ કોંગ્રેસનાં અનંત પટેલથી 2.10 લાખ મતથી આગળ છે. વલસાડ સીટ પર ભાજપની જીત નિશ્ચિત છે.

અમિત શાહની ભવ્ય જીત

June 04, 2024 12:48

ગાંધીનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની ભવ્ય જીત થવા પામી છે.

જૂનાગઢ સીટ પર ભાજપની જીત

June 04, 2024 12:45

જૂનાગઢ ગીર સોમનાથ લોકભા બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપનાં ઉમેદવાર રાજેશ ચૂડાસમાં 125000 મતથી ત્રીજી વખત જીત્યા હતા.

ગેનીબેન આગળ

June 04, 2024 12:42

બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર 4621 વોટથી આગળ

જામનગર બેઠક પર ભાજપ આગળ

June 04, 2024 12:37

ભાજપના ઉમેદવાર પૂનમ માડમ 1,57,407 હજાર મતોથી આગળ

જૂનાગઢ સીટ પર ભાજપની જીત નિશ્ચિત

June 04, 2024 12:34

જૂનાગઢ સીટ ભાજપનાં રાજેશ ચૂડાસમાની જીત નિશ્ચિત છે. રાજેશ ચૂડાસમાં 1.20 લાખ મતથી આગળ છે. હીરા જોટવા કોંગ્રેસનાં ઉમેદવાર છે.

બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ

June 04, 2024 12:12

બનાસકાંઠામાં થયો ફરી ઉલટફેર.15000 ની લીડ કાપી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 2100 મતે થી આગળ

વલસાડમાં ભાજપ આગળ

June 04, 2024 11:42

વલસાડ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1,53,031 હજાર મતોથી આગળ

રાજકોટમાં ભાજપને જંગી લીડ

June 04, 2024 11:40

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા 2.50 લાખ મતથી આગળ

વડોદરામાં ભાજપની જંગી લીડ

June 04, 2024 11:40

વડોદરા ભાજપના ઉમેદવાર ડૉ હેમાંગ જોશી 385360 મતથી આગળ

પાટણમાં કોંગ્રેસનાં ઉમેદવાર આગળ

June 04, 2024 11:29

પાટણ લોકસભા સીટ પર 6 રાઉન્ડનાં અંતે કોંગ્રેસનાં ચંદનજી ઠાકોર 20372 મતથી આગળ ચાલી રહ્યા છે.

બનાસકાંઠામાં ભાજપને લીડ મળી

June 04, 2024 11:21

બનાસકાંઠા લોકસભા બેઠક પર રેખાબેન ઠાકોર 175393 જ્યારે ગેનીબેન ઠાકોર 170052 વોટ મળ્યા છે. રેખાબેન 5340 વોટથી આગળ છે.

પોરબંદર પર ભાજપ આગળ

June 04, 2024 11:14

પોરબંદર બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ માંડવિયા 2 લાખથી વધુની લીડથી આગળ

દાહોદમાં 11573 વોટ નોટામાં પડ્યા

June 04, 2024 11:14

દાહોદમાં પાંચ રાઉન્ડનાં અંતે ચોંકાવનારા પરિણામ આવવા પામ્યા છે. જેમાં દાહોદનાં મતદારોએ એક પણ ઉમેદવારોને પસંદ કર્યા ન હતા. દાહોદમાં લોકસભા બેઠક પર 11573 મતદારોએ નોટામાં મત નાંખ્યા હતા. 4 લાખની મત ગણતરીમાં 1573 મત નોટાને મળ્યા છે. ભાજપનાં ઉમેદવાર જશવંતસિંહ ભાભોર પાંચ રાઉન્ડનાં અંતે 1,22,614 મતથી આગળ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીને મળી જંગી લીડ

June 04, 2024 11:08

ગાંધીનગર લોકસભા સીટ પર કેન્દ્રીય ગૃહમંત્રી 4 લાખની જંગી લીડથી આગળ

અમદાવાદ પશ્ચિમ સીટ પર મતગણતરી અટક

June 04, 2024 10:50

અમદાવાદ પશ્ચિમ સીટ પર પાંચમાં રાઉન્ડની મતગણતરી ચાલી રહી હતી. ત્યારે અચાનક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા 20 મિનિટ સુધી મતગણતરી અટકી જવા પામી હતી. જે બાદ ફોલ્ટને દૂર કરી તાત્કાલીક મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

કઈ સીટ પર ભાજપને મળી લીડ

June 04, 2024 10:48

અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, ખેડા, વલસાડ, નવસારી બેઠક પર ભાજપને એક લાખથી વધુની લીડ મળી

અમરેલીમાં ભાજપ આગળ

June 04, 2024 10:42

અમરેલીમાં પાંચ રાઉન્ડનાં અંતે અમરેલી બેઠક પર કોંગ્રેસનાં જેની ઠુંમરને 69999 મત મળ્યા હતા. જ્યારે ભાજપનાં ભરત સુતરીયા 134029 મત મળ્યા હતા. જ્યારે ભાજપનાં ભરત સુતરીયા 64 હજારથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે.

નવસારી સીટ પર કોંગ્રેસની હાર

June 04, 2024 10:37

નવસારી સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર નૈષધ દેસાઈએ હાર સ્વીકારી છે. પરંતું તેઓ દ્વારા કહ્યું છે કે સી.આર.પાટીલ જીતશે. પણ તેઓને 10 લાખની લીટ મળશે નહી.

પાટણમાં કોંગ્રેસનાં ઉમેદવાર આગળ

June 04, 2024 10:34

પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 13થી વધુ મતોથી આગળ

મતગણતરી દરમ્યાન EVM ખોટકાયું

June 04, 2024 10:27

બનાસકાંઠામાં લોકસભા બેઠકની મતગણતરી ચાલી રહી હતી. ત્યારે EVM માં ખામી સામે આવતા થોડા સમય માટે મતગણતરી રોકાઈ હતી. ટેકનિકલ અધિકારીઓ દ્વારા ઈવીએમ ખોટકાતા તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર આગળ

June 04, 2024 10:17

રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને 14 હજારથી વધુની લીડ મળતી જોવા મળી રહી છે. તેઓ ઝડપથી કોંગ્રેસના ઉમેદવાર ધાનાણી પરેશને પછાડી રહ્યા હોવાનું જણાય છે.

અમિત શાહ આગળ

June 04, 2024 10:11

પાંચ રાઉન્ડ પછી ભાજપ ઉમેદવાર અમિત શાહ 2,05,000 લાખ મતથી આગળ

નવસારી બેઠક પર ભાજપ આગળ

June 04, 2024 09:56

નવસારી બેઠક પરથી ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ 72,978 વોટથી આગળ

રાજકોટમાં લીડ ઘટી

June 04, 2024 09:56

રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની લીડ ઘટી છે. પણ હજુ તેઓ કોંગ્રેસનાં પરેશ ધાનાણી પાછળ ચાલી રહ્યા છે.

આપના ચૈતર વસાવા પાછળ

June 04, 2024 09:39

ભરૂચ સીટ પરથી આપના ચૈતર વસાવા 21000 મતથી પાછળ

જામનગરમાં ભાજપ આગળ

June 04, 2024 09:27

જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમ 7667 મતથી બીજા રાઉન્ડ બાદ આગળ ચાલી રહ્યા છે.

સાબરકાંઠામાં કોંગ્રેસ આગળ

June 04, 2024 09:24

સાબરકાંઠા બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ

બારડોલીમાં કોંગ્રેસનાં ઉમેદવારે ફરિયાદ કરી

June 04, 2024 09:23

બારડોલી લોકસભા બેઠકની મતગણતરી ચાલી રહી છે. બે મત ઓછા નીકલથા ફરિયાદ કરવામાં આવી છે. બારડોલીમાં કોંગ્રેસનાં ઉમેદવારે મત ઓછા નીકળતા ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા લેખીત ફરિયાદ કરાઈ.

જૂનાગઢમાં ભાજપ આગળ

June 04, 2024 09:18

જૂનાગઢમાં BJPના રાજેશ ચુડાસમા 3640 મતથી આગળ

ગાંધીનગરમાં અમિત શાહ આગળ

June 04, 2024 09:18

ગાંધીનગરથી અમિત શાહ 80,800 મતથી આગળ

મહેસાણામાં કોંગ્રેસ આગળ

June 04, 2024 09:18

મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર આગળ

બનાસકાંઠા લોકસભા પહેલો રાઉન્ડ પૂર્ણ

June 04, 2024 09:12

બનાસકાંઠા લોકસભા બેઠક પર પહેલો રાઉન્ડ પૂર્ણ થવા પામ્યો છે. પ્રથમ રાઉન્ડનાં અંતે ગેનીબેન ઠાકોર 6200 મતથી આગળ

ખેડામાં ભાજપનાં ઉમેદવાર આગળ

June 04, 2024 09:02

ખેડા લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર દેવુંસિંહ આગળ

જામનગરમાં ભાજપ આગળ

June 04, 2024 08:59

જામનગરમાં પ્રથમ રાઉન્ડના અંતે પૂનમબેન માડમ પાછળ

ભરૂચમાં ભાજપ આગળ

June 04, 2024 08:59

ભરૂચમાં મનસુખ વસાવા 4200 મત આગળ

રાજકોટમાં કોંગ્રેસ આગળ

June 04, 2024 08:59

જ્યારે રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી પાછળ

સી.આર.પાટીલ આગળ

June 04, 2024 08:59

નવસારી સીટ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 10 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગળ

June 04, 2024 08:58

ગાંધીનગર સીટ પરથી ગૃહ મંત્રી અમિત શાહ 35000 મતથી આગળ ચાલી રહ્યા છે.

વડોદરા સીટ પર ભાજપનાં ઉમેદવાર આગળ

June 04, 2024 08:58

વડોદરા સીટ પરથી ભાજપના હેમાંગ જોષી પહેલા રાઉન્ડના અંતે 4683 મતથી આગળ

આપનાં ઉમેદવાર આગળ

June 04, 2024 08:57

ભરૂચ સીટ પરથીઆમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે.

ત્રીજી વખત કેન્દ્રેમાં બનશે મોદી સરકારઃ શોભનાબેન બારૈયા

June 04, 2024 07:55

આજે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. સાબરકાંઠા ભાજપનાં ઉમેદવારે શામળાજીમાં દર્શન કર્યા હતા. શોભનાબેન બારૈયાએ ભગવાન શામળીયાનાં આશીર્વાદ લીધા હતા. સાબરકાંઠામાં ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્રીજી વખતે કેન્દ્રમાં મોદી સરકાર બનવાનો શોભનાબેન બારૈયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દેશમાં I.N.D.I.A ગઠબંધનની સરકાર બનશેઃ ગેનીબેન

June 04, 2024 07:48

બનાસકાંઠાથી કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતગણતરી કેન્દ્ર પર જતા પહેલા ગેનીબેન પાતાળેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતા. ગેનીબેને જણાવ્યું હતું કે, દેશમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે. તેમજ ભાજપની જેમ 5 લાખની લીડનાં દાવા નથી કરતા પણ બનાસકાંઠાની જનતા અમારી છે.

ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો માટે મતગણતરી થશે શરૂ

June 04, 2024 07:40

ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ જવા પામી છે. નવસારીમાં કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા હાર સ્વીકારી લીધી છે. તો બીજી તરફ ગાંધીનગર લોકસભા સીટ પર કેન્દ્રીય ગૃહમંત્રી 2 લાખથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે.

તમામ કાઉન્ટિંગ સેન્ટર પર થ્રી લેયરમાં સુરક્ષા વ્યવસ્થા

June 04, 2024 06:51

સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવા પામી હતી. જેમાં ગુજરાતમાં પાંચ સીટ પર રસાકસી જોવા મળી રહી છે. તો જામનગર સીટ પર ભાજપનાં ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તો પાટણ સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર પણ મોટી લીડથી આગળ ચાલી રહ્યા છે.

રાજ્યની 25 લોકસભા બેઠક પર મતગણતરી હાથ ધરાશે

June 04, 2024 06:51

ગુજરાતની 25 બેઠકો સહિત દેશની 543 બેઠકોનું પરિણામ આવશે. રાજ્યની 25 લોકસભા બેઠકનાં 266 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે. રાજ્યમાં અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. બારડોલી બેઠકમાં સૌથી ઓછા 3 ઉમેદવારો મેદાનમાં હતા. ગુજરાતમાં 1 બેઠક બિનહરીફ થઈ છે. ગુજરાત લોકસભામાં 60.13 ટકા મતદાન થયું હતું.

રાજ્યમાં 26 કેન્દ્ર પર મતગણતરી ચાલુ

June 04, 2024 06:51

ગુજરાત લોકસભાની 25 સીટો પર મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં 24 સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે એક સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. હોટ ફેવરીટ બનાસકાંઠા સીટ પર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે.

લાઇવ ટીવી

logo લાઇવ ટીવી
વધુ જુઓ log

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ