બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Vtv Reality Check std 1 to 8 students compulsory pass down education

VTV રિયાલિટી ચેક / ધોરણ 1થી 8નાં વિદ્યાર્થીઓને ફરજિયાત ઉપલા વર્ગમાં ચડાવતા કથળી શિક્ષણનિતિ

Published By: Dhruv

Last Updated: 09:35 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં આ વર્ષે જાન્યુઆરીમાં આરટીઈ કાયદામાં સુધારા સૂચવતું બિલ રજૂ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળામાં ધોરણ 5થી 8માં ભણતા બાળકોને નાપાસ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે તાજેતરમાં તેમાં `નો ડિટેન્શન પોલીસી' ઉમેરીને થોડો સુધારો કર્યો છે.

  • ધોરણ 5થી 8નાં બાળકોને નાપાસ કરવાની જોગવાઈમાં સુધારો
  • નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે જ મહિનાની અંદર પરીક્ષા પાસ કરવાની ઉત્તમ તક
5to8 students
વિદ્યાર્થીઓ

ધોરણ નવ સુધી સરળતાથી પ્રવેશ મેળવવાનાં નિયમથી શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો

આ સુધારા મુજબ હવે નાપાસ થયેલા બાળકોને બે મહિનામાં જે તે ધોરણની પરીક્ષા પાસ કરવાની તક આપવામાં આવી છે. ત્યારે આ સુધારા અંગે શું કહી રહ્યું છે શિક્ષણજગત અને જૂના કાયદાના કારણે કેવી થઈ છે શિક્ષણની દશા તે જોઈએ આ અહેવાલમાં.

છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1થી 8 એટલે કે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકમાં કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ ન કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે વિદ્યાર્થીઓની યોગ્યતા ન હોવા છતાં ધોરણ નવ સુધી સરળતાથી પ્રવેશ મેળવી શકતા હતાં પરંતુ તેનાં કારણે શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. એ કાયદાના કારણે વિદ્યાર્થીઓની શિખવાની ક્ષમતા પર ગંભીર અસર થઈ છે તો ફરજિયાત આગળના ધોરણમાં ચડાવી દેવાના કાયદાના કારણે શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ટકાઉ શિક્ષણ આપવામાં સુસ્ત દેખાયા હતાં. જેની ગંભીર અસર બાળકોનાં શિક્ષણ પર પડી છે. વીટીવીએ સૌથી પહેલા નવસારી જિલ્લાની કેટલીક શાળામાં બાળકોનાં શિક્ષણસ્તરનું રિયાલિટી ચેક કર્યું તો ગંભીર બાબત સામે આવી.

ખાડે ગયેલા શિક્ષણની વાસ્તવિકતાથી રાજ્યનો શિક્ષણ વિભાગ હવે થયો જાગૃત

પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોની આવી સ્થિતિ માત્ર નવસારી જિલ્લા પૂરતી જ નથી. આ તો માત્ર પ્રતિક તરીકે એક શાળા છે. પરંતુ સમગ્ર રાજ્યમાં મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોની શીખવાની ક્ષમતા પર ગંભીર અસર થઈ છે. કેમ કે કશું આવડે કે ન આવડે આગળનાં ક્લાસમાં તેઓ નિશ્ચિત જવાના જ છે. નિશ્ચિતતાએ તેમને અભ્યાસ પ્રત્યે નિશશ્ચત બનાવી દીધા હતાં. જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. માત્ર નવસારી નહીં. વીટીવીની ટીમે સાબરકાંઠા જિલ્લાની પણ કેટલીક સ્કૂલોમાં જઈને બાળકો સાથે સવાલ જવાબ કર્યા ત્યાં પણ ચિંતાજનક સ્થિતિ જોવા મળી.

5to8 students
વિદ્યાર્થીઓ

ફરજિયાત પાસ કરી દેવાના કાયદાનાં કારણે દિન પ્રતિદિન ખાડે ગયેલા શિક્ષણની વાસ્તવિકતાથી રાજ્યનો શિક્ષણ વિભાગ પણ હવે જાગૃત થયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ગુજરાતનાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 અને 8 યોગ્યતાને આધારે જ પાસ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. જો કે તેમાં થોડો સુધારો કરીને નાપાસ થનાર વિદ્યાર્થીઓને તે જ વર્ષે પરિણામ મળ્યાનાં બે મહિનાની અંદર પરીક્ષા પાસ કરવાની તક આપવામાં આવી છે.

સરકારે હવે અયોગ્ય વિદ્યાર્થીઓને પાસ નહીં કરવાની નીતિ અમલી બનાવી છે. પરંતુ હવે સરકારની એ પણ જવાબદારી બને છે કે કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તેટલો નબળો ન રહી જાય. કેમ કે, કાયદાથી અયોગ્ય વિદ્યાર્થીને પાસ થતો રોકી શકાય છે. પરંતુ તેને આ કાયદાનું બંધન ન નડે તેવો સક્ષમ બનાવવાની ફરજ પણ શિક્ષણ તંત્રનાં નિતિનિર્ધારકોની જ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Education Standard 1to8th VTV vishesh VTV વિશેષ gujarat students વિદ્યાર્થીઓ શિક્ષણ Vtv Reality Check

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ