બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / voluntary lockdown patan sabarkantha mehsana gujarat

કોરોના સંકટ / કોરોનાની ચેઈન તોડવા ગુજરાતના આ શહેરો અને ગામડાઓમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન

Hiren

Last Updated: 05:36 PM, 25 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર સ્વૈચ્છિક લોકડાઉન આપી કોરોનાની ચેઈન તોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં વધુ કેટલાક જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે.

  • કોરોનાની ચેઈન તોડવા અનેક શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન
  • વારાહી, હિમ્મતનગર, મહેસાણા, ભિલોડામાં સંપૂર્ણ લોકડાઉન
  • રાધનપુર, સાંતલપુર, વિસનગર, ખેરાલુમાં લોકડાઉન લંબાવાયું

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ થયું છે. રોજ ગુજરાતમાં સરકારી ચોપડે 15 હજારથી ઉપર નવા કેસો નોંધાઈ રહ્યા છે. વારંવાર સરકાર દ્વારા એવી જાહેરાતો પણ કરવામાં આવી રહી છે કે, લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નાં નીકળે. સરકાર અધિકૃત રીતે દિવસનું લોકડાઉન જાહેર નથી કરી રહી ત્યારે હવે શહેરોના વિસ્તારોમાં, તાલુકાઓમાં અને ગામડાઓમાં લોકો અને વેપારીઓ આગળ આવીને સ્વૈચ્છિક લોકડાઉન આપી કોરોનાની ચેઈન તોડવા પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ગામડાઓમાં તો પહેલા જ લોકો સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી ચૂક્યા છે. 

તેવામાં હવે પાટણમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 30 એપ્રિલ સુધી રાધનપુર, સાંતલપુર, વારહીમાં સંપૂર્ણ સ્વંયભુ લોકડાઉન લગાવાયું છે. રાધનપુર અને સાંતલપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન વધારાયું છે. સવારે 9થી 12 આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

તો કોરોનાના સંક્રમણને કારણે સાબરકાંઠા જિલ્લામાં પણ સ્વયંભૂ લોકડાઉન લગાવાયું છે. હિંમતનગર આજે પણ સજ્જડ બંધ રહેશે. 2મે સુધી હિંમતનગરમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

બીજી તરફ મહેસાણાના અનેક તાલુકાઓમાં લોકડાઉન લંબાવાયું છે. કોરોનાના સંક્રમણને કારણે વિસનગરમાં 2 મે સુધી જ્યારે ખેરાલુમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. મહેસાણામાં પણ 2 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. માત્ર આવશ્યક સેવાઓની દુકાન ચાલુ રહેશે. તો ઊંઝા શહેરમાં સ્વયંભૂ લૉકડાઉન આગામી 2 મે સુધી લંબાવાયું છે.

અરવલ્લીના ભિલોડામાં એક અઠવાડિયાનું લોકડાઉન લગાવવાનો ગ્રામપંચાયત અને વેપારી એસોસિએશનનો નિર્ણય કર્યો છે. 27 એપ્રિલથી 2મે સુધી બજારો બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા સ્વયંભૂ બંધનો નિર્ણય લેવાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ