બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Voluntary lockdown deesa Godhra taluka coronavirus

મહામારી / કોરોનાની ચેન તોડવા ગુજરાતના આ બે તાલુકામાં લગાવાયું સ્વૈચ્છિક લોકડાઉન

Hiren

Last Updated: 09:11 AM, 23 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારો, સંસ્થાઓ, ગામડા, તાલુકા અને શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.

  • ડીસામાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
  • ગોધરામાં આજથી 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
  • જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ

કોરોનાના કેસ વધતા ડીસા અને ગોધરામાં આજથી નવા કડક પ્રતિબંધો લાગુ કરાયા છે. ડિસામાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. શહેરોમાં જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ રખાઇ છે. વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. તો પંચમહાલના ગોધરામાં આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવાયો છે.

મહત્વનું છે કે ગઇકાલથી સાવરકુંડલામાં 4 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું હતું. તો હળવદમાં વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 5 દિવસનું લોકડાઉન લગાવાયું છે. જ્યારે મહેસાણાની બજાર 11 દિવસ સુધી બંધ રહેશે.

ગુજરાતમાં ગઇકાલે 24 કલાકમાં 13,105 નવા કેસ નોંધાયા

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 13,105 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 137 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 5,142 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,55,875 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

137 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 137 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5877 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 376 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 92,084 પર પહોંચ્યો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5141 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 84 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1558 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 518 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 598 કેસ, જ્યારે ગ્રામ્યમાં 183 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 697 કેસ અને ગ્રામ્યમાં 65 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ