બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / vitamin b12 deficiency and benefits of this deficiency eat meat fish chicken milk

હેલ્થ ટીપ્સ / શરીરમાં ભૂલથી પણ ન થવા દો વિટામીન B-12ની ઉણપ, નહીંતર ક્યારેય નહીં થાય આ ફાયદો

Premal

Last Updated: 07:15 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિટામિન બી 12 એક એવુ ન્યુટ્રીએન્ટ છે, જેને લઇને વાતો ઘણી થાય છે પરંતુ આ આપણા શરીર માટે ખૂબ મહત્વનું છે. જેને દરરોજમાં ડાયટમાં સામેલ કરવુ જરૂરી છે ત્યારે આપણે એક આરોગ્યપ્રદ લાઈફ સ્ટાઈલનું સપનુ જોઇ શકીએ છીએ.

  • શરીરમાં ભૂલથી પણ ના થવા દેશો વિટામિન બી 12ની કમી
  • વિટામિન બી 12 મળે તેવા ફૂડ્સને ડાયટમાં કરો એડ
  • આ વિટામિન આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસ માટે ઉપયોગી

બી 12 હોવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સનું થાય છે નિર્માણ 

આ વિટામિન આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. ગ્રેટર નોઈડાના GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતી ડાઈટીશિયને જણાવ્યું કે બી 12 હોવાને કારણે શરીરમાં રેડ બ્લડ સેલ્સનુ નિર્માણ અને ડીએનએનુ સિન્થેસિસ હોય છે. 

આ ફૂડમાંથી મળે છે વિટામિન બી 12

જો તમારા શરીરમાં વિટામિન બી 12ની કમી થાય તો તેના માઠા પરિણામ આવી શકે છે. જેનાથી બચવા માટે તમે અમુક ખાસ ફૂડ્સ પોતાના દરરોજના ભોજનમાં એડ કરી શકો છો. જેના મીટ, માછલી, ચિકન, ઈંડા અને દૂધ જેવા એનિમલ પ્રોડક્ટ્સનુ  સેવન કરો. જે લોકો શાકાહારી છે એવા લોકોને આ વિટામિનની જોખમ હંમેશા રહે છે. 

વિટામીન બી 12ના ફાયદા 

નહીં સર્જાય લોહીની ઉણપ 

જો તમે યોગ્ય માત્રામાં વિટામિન બી 12 રિચ ફૂડ્સનુ સેવન કરી રહ્યાં છો તો તમારા શરીરમાં લોહીની ઉણપ નહીં સર્જાય. જે લોકોને આ ન્યુટ્રીએન્ટ્સની કમી થાય છે એવા લોકો એનીમિયાનો શિકાર થઇ જાય છે, કારણકે રેડ બ્લડ સેલ્સ ઘટતા જાય છે. 

પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે જરૂરી 

જે મહિલાઓ ગર્ભવતી છે, તેઓએ રેગ્યુલર વિટામિન 12 વાળુ ભોજન કરવુ જોઈએ. કારણકે આ પેટમાં રહેલા બાળકના માનસિક વિકાસ માટે જરૂરી છે. જો પ્રેગ્નેન્સી દરમ્યાન આ મહત્વના ન્યુટ્રીએન્ટની કમી સર્જાશે તો બાળકના જન્મ સમયે બ્રેન અને કરોડરજ્જુમાં પરેશાની ઉભી થઇ શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Food Milk Vitamin B12 Benefits vitamin b12 Vitamin B12 Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ