બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 09:32 PM, 6 April 2024
ક્રિકેટમાં કિંગ કોહલીના નામે જાણીતો વિરાટ કોહલી ચાલુ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. શનિવારે રાજસ્થાન સામેની મેચમાં કોહલીએ આ વખતની આઈપીએલમાં 67 બોલમાં સદી ફટકારી હતી આ રીતે તેતે 113 રન પર અણનમ રહ્યો હતો. આ સાથે કોહલીને આઈપીએલમાં 8મી સદી થઈ છે. વિરાટ કોહલીએ આ મેચમાં પહેલા 39 બોલમાં સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે 3 સિક્સર અને 4 ફોર ફટકારી હતી. આ પછી કોહલીએ 67 બોલમાં તેની સદી પુરી કરતાં 4 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ આ મેચમાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસ સાથે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી નોંધાવી હતી, જેનાથી ટીમને શાનદાર શરૂઆત મળી હતી. આ સાથે આઇપીએલમાં છઠ્ઠી વખત કોહલી અને ડુ પ્લેસીસની જોડીએ 100થી વધુની ભાગીદારી કરી હતી.
ADVERTISEMENT
EIGHTH hundred for Virat Kohli in the IPL 👑
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024
T20 Cricket or Test or ODI: 1️⃣ G.O.A.T 🐐#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB @imVkohli pic.twitter.com/hc5sHqBatO
ADVERTISEMENT
કોહલીએ પૂરા કર્યા 7500 રન
વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો છે. રાજસ્થાન સામેની ઈનિંગ દરમિયાન તે આ આઈપીએલમાં 7500 રન બનાવનાર પહેલો બેટર બન્યો છે. કોહલી બાદ સૌથી વધુ રન બનાવનાર બીજો બેટર શિખર ધવન છે, જ્યારે ડેવિડ વોર્નર ત્રીજા નંબર પર છે.
IPLમાં 5 વર્ષ બાદ સદી ફટકારી
આઈપીએલમાં પાંચ વર્ષ બાદ કોહલીએ સદી ફટકારી છે. આ પહેલા 2019ની આઈપીએલમાં કોહલીએ KKR સામે 7મી સદી ફટકારી હતી અને હવે રાજસ્થાન સામે 8મી સદી પૂરી કરી છે.
VIRAT KOHLI HAS SCORED THE FIRST HUNDRED OF IPL 2024. 👑 pic.twitter.com/vxvKO0EnzN
— Johns. (@CricCrazyJohns) April 6, 2024
આઈપીએલમાં સૌથી વધુ રન
7500 રન - વિરાટ કોહલી
6755 રન - શિખર ધવન
6545 રન - ડેવિડ વોર્નર
6280 રન - રોહિત શર્મા
5528 રન - સુરેશ રૈના
5162 રન - એબી ડિવિલિયર્સ
5119 રન - એમએસ ધોની
IPLમાં સૌથી વધુ સદી
8 – વિરાટ કોહલી
6 – ક્રિસ ગેલ
5 – જોસ બટલર
4 – ડેવિડ વોર્નર
4 – શેન વોટસન
4- કેએલ રાહુલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.