બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli hits 72nd international century to surpass Ricky Ponting

બાંગ્લાદેશ વનડે / કોહલીનો 'વિરાટ' રેકોર્ડ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વર્લ્ડનો બીજો ખેલાડી

Hiralal

Last Updated: 10:26 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશ સામેની અંતિમ વનડેમાં વિરાટ કોહલીએ તેની કરિયરની 72મી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે.

  • ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ
  • સૌથી વધુ સદી ફટકારનાર દુનિયાનો બીજો ખેલાડી બન્યો
  • બાંગ્લાદેશ સામે ત્રીજી વનડેમાં 72મી ઈન્ટરનેશનલ સદી ફટકારી
  • 91 બોલમાં કર્યાં 113 રન 
  • ઈશાન કિશન પણ 126 બોલમાં બેવડી સદી કરી ચૂક્યો છે 

બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગમાં રમાઈ રહેલી ત્રીજી વન-ડેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. સિરીઝની પ્રથમ બે વન-ડેમાં નિષ્ફળ રહ્યા બાદ વિરાટે છેલ્લી વન-ડેમાં જોરદાર ઇનિંગ્સ રમી હતી. પહેલા તો તેણે ઇશાન કિશન સાથે મળીને વિકેટ પર નજર રાખવાનું કામ કર્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશી બોલરોને ધોવાનું શરુ કર્યું હતું જેના કારણે તેણે 3 વર્ષથી ચાલી રહેલા વન ડે ક્રિકેટમાં સદીના દુષ્કાળનો અંત આણ્યો. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે માત્ર 91 બોલમાં  113 રન કર્યાં હતા. 

રિકી પોન્ટીંગનો રેકોર્ડ તોડ્યો 
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનો સદીનો રેકોર્ડ તોડ્યો. રિકી પોન્ટિંગ તેની ઈન્ટરનેશનલ કરિયરમાં 71 સદી ફટકારી છે હવે કોહલીએ તેનો રેકોર્ડ તોડીને ઈન્ટરનેશનલ કરિયરની 72મી સદી ફટકારી છે અને સૌથી વધુ સદી ફટકારનાર વર્લ્ડનો બીજો ખેલાડી બન્યો છે. 

સચિન તેડુલકરને નામે સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી ફટકારવાનો રેકોર્ડ 
ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેડુંલકરને નામે છે. સચિન તેડુંલકરને નામે 100 સદી ફટકારવાનો રેકોર્ડ છે. સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી ફટકારનાર બીજો ખેલાડી રિકી પોન્ટિંગ છે પરંતુ હવે તે ત્રીજા સ્થાને ધકેલાયો છે. તેણે 71 સદી ફટકારી હતી પરંતુ હવે વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગને પાછળ રાખીને બીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે. 

વન ડેમાં વિરાટ કોહલીની 44મી સદી
વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 44મી સદી હતી. આ પહેલા તેણે ઓગસ્ટ 2019માં પોતાની 43મી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ સામે આ તેની ચોથી સદી છે. કમાલની વાત એ છે કે વિરાટે પોતાના ઘરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ચારેય સદી ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ