બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:05 PM, 3 February 2026
'ધુરંધર 2'ના ટીઝરના ઠીક પહેલા ફિલ્મમાં સલમાન ખાનની એન્ટ્રીની અફવાએ ફેન્સને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરે દાવો કર્યો કે 'ધુરંધર 2'ના સેટ પર સંજય દત્ત અને અર્જુન રામપાલ સાથે સલમાન શૂટ કરતા જોવા મળ્યા છે. પણ આ તસવીર પાછળ AIનો તગડો ખેલ છે.
ADVERTISEMENT
'ધુરંધર 2'નું ટ્રેલર આવવામાં લગભગ એક કલાકનો સમય છે. પણ આ બધાની વચ્ચે એક નવા સમાચારે 'ધુરંધર' ફેન્સની એક્સાઈટમેન્ટનો પારો વધારો દીધો છે. પહેલી ફિલ્મમાં એક પાત્રનો ઉલ્લેખ વારંવાર સાંભળવા મળતો હતો પણ આ પાત્ર અત્યાર સુધી રિવીલ કર્યુ ન હતું. સાહેબ, હવે ટીઝર આવતા પહેલા ચર્ચાએ જોર પકડી લીધું છે કે 'ધુરંધર 2'માં મોટા સાહેબનું પાત્ર સલમાન ખાન પ્લે કરી રહ્યા છે. અને તેનું કારણ છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીર છે.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ ગઈ છે જેમાં યુઝરે 'ધુરંધર 2'ના સેટ પરથી લીક થયેલા ફોટો શેર કરવાનો દાવો કર્યો છે. આ તસીવરમાં ધુરંધરના પહેલા પાર્ટમાં જોવા મળેલા સંજય દત્ત અને અર્જુન રામપાલ સાથે સુપરસ્ટાર સલમાન ખાન પણ જોવા મળી રહ્યા છે.
આ યુઝર @devaimationએ ફોટોના કેપ્શનમાં દાવો કર્યો કે, રિપોર્ટ્સના હિસાબથી હાઈ સિક્યોરિટીમાં ચાલી રહેલા શૂટથી આવેલા આ લોન્ગ ડિસ્ટેન્સ ફોટોઝમાં સલમાન ખાન એક મહત્વના બાલકની સિક્વેન્સ શૂટ કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે મેજર ઈકબાલના રોલમાં અર્જુન રામપાલ અને એસપી અસલમના રોલમાં સંજય દત્ત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘણા યુઝર્સે કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી કે સલમાન ખાન 'બડે સાહબ'ના રોલમાં છે. આ એન્ગલ સાથે આ પોસ્ટ વાયરલ થવા લાગી. પણ આ ફોટાનું સત્ય કંઈક અલગ છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
ADVERTISEMENT
જે યુઝરની આ તસવીરો પોસ્ટ કરી છે તે AIના યુઝથી તસવીર બનાવે છે. જે ફોટાને ધુરંધર 2ના સેટથી સલમાન ખાનની લીક તસવીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે એમા પણ AIનો જ ઉપયોગ છે. હમણા જ સોશિયલ મીડિયા પર 'ધુરંધર 2'ના શૂટથી અમુક તસવીર વાયરલ થઈ હતી.
Dhurandhar 2 is still rolling barely a month before release. Maybe they’re adding patchwork scenes.
— BollyGupp (@BollyGup) January 31, 2026
Not much could be gathered, but an entire gully in Ballard Estate has been transformed into Lyari.
You can see Sanjay Dutt and Arjun Rampal !!
The area was completely… pic.twitter.com/oomWtS3MnI
દાવો કરવામાં આવ્યો હતો કે રિલીઝથી મહિના પહેલા પણ ફિલ્મનું શૂટ ચાલી રહ્યું છે. મુંબઈના બૈલાર્ડ એસ્ટેટની એક ગલીને લ્યારીમાં કન્વર્ટ કરવામાં આવી હતી જ્યાં સંજય દત્ત અને અર્જુન રામપાલ એક મહત્વ સિક્વેન્સ શૂટ કરી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.