બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Video of Sunil Shetty wandering in the slums of Mumbai goes viral.

Viral Video / VIDEO: લાગે છે કે 60ના હોય? મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ફરતા સુનિલ શેટ્ટીનો વીડિયો વાયરલ, બોડી જોઈને ચાહકો થયા ફીદા

Published By: Megha

Last Updated: 04:45 PM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનિલ શેટ્ટી મુંબઇને ધારાવીની ગલીઓમાં લટારો મારતા દેખાય છે અને ત્યાં લોકોના હાલચાલ પૂછી રહ્યા છે એવો વિડીયો વાયરલ થયો છે.

  • મશહૂર અભિનેતા સુનિલ શેટ્ટી મુંબઈની ઝૂંપડપટ્ટીમાં લટારો મારતા નજર આવ્યા 
  • સુનિલ શેટ્ટીની ફિટનેસના લોકો દિવાના બની ગયા
  • સુનિલ શેટ્ટી તેલુગુ ભાષાની એક ફિલ્મ 'ઘાની' માં કામ કરી રહ્યા છે

એક સમયના મશહૂર અભિનેતા સુનિલ શેટ્ટીને કોણ નથી ઓળખતું? આજ પણ તેમની ફિલ્મો જોઈ અને બધા એક વખત સુનિલ શેટ્ટીના ચાહક જરૂર બની જાય છે. આજે બૉલીવુડમાં ઘણા નવા અભિનેતા આવ્યા છે પણ ઘણા અભિનેતાઓ પાસે આજ પણ સુનિલ શેટ્ટી જેટલી ફેન ફોલોઇંગ નહીં હોય. સુનિલ શેટ્ટી તેના અભીનયની સાથે સાથે તેના ફિટનેસને લઈને પણ આટલા જ ચર્ચામાં રહે છે. સુપરસ્ટાર સુનિલ શેટ્ટી સાથે એક ફોટો ખેંચાવવા લોકો આજે પણ આટલા તત્પર રહે છે. 

સુનિલ શેટ્ટી ભલે હાલ ફિલ્મોથી ખાસ્સા એવા દૂર રહે છે પણ હજુ લોકોના પસંદિતા અભિનેતામાંથી એક છે. સુનિલ શેટ્ટી સોશ્યલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ માટે ઘણી તસવીરો અને વિડીયો અવારનવાર શેર કરતાં રહે છે. આ વચ્ચે અભિનેતાનો એક વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં લટારો  મારતા નજરે ચઢે છે. આ વિડીયોમાં સુનિલ શેટ્ટીના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે અને વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. 

આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર એક પૈપરાજી એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. સુનિલ શેટ્ટી મુંબઇને ધારાવીની ગલીઓમાં લટારો મારતા દેખાય છે અને ત્યાં લોકોના હાલચાલ પૂછી રહ્યા છે એવો વિડીયો વાયરલ થયો છે. જો કે આ વિડીયોમાં લોકો માટે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે અભિનેતા સુનિલ શેટ્ટીની ફિટનેસ. લોકો એમની ફિટનેસના દિવાના બની ગયા છે અને ધડાધડ વિડીયો શેર કરતાં જાય છે. 

ઘણા લોકો આ વિડીયોને લાઇક અને શેર કરી રહ્યા છે ત્યાં જ ઘણા કમેન્ટ્સ પણ આકરી રહ્યા છે. જેમાં એક ફેન એ કમેંટ કરી છે કે 'આ ક્યારેય વૃધ્ધ નહીં થાય.' સાથે જ બીજા ફેન એ કમેંટ કરી છે કે 'કોણ માનશે કે આ વ્યક્તિની ઉંમર 60 વર્ષ છે.' આ સાથે જ લોકોએ બીજી ઘણી કમેંટ્સ કરીને સુનિલ શેટ્ટી તરફનો એમનો પ્રેમ જાતવ્યો છે. 

સુનિલ શેટ્ટીના કામ વિશે વાત કરી તો તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટી કન્નડ, તમિલ, મલયાલમ જેવી ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કરે છે. હાલ સુનિલ શેટ્ટી તેલુગુ ભાષાની એક ફિલ્મ 'ઘાની' માં કામ કરી રહ્યા છે અને આ સિવાય એવી ચર્ચા પણ છે કે તેઓ એક નેપાળી ફિલ્મ 'એકસ 9' માં પણ નજર આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Mumbai sunil shetty viral video સુનિલ શેટ્ટી Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ