બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEOS: દિલ્હીમાં મિનિ વાવાઝોડું! જોત જોતાંમાં બધુ ખેદાન મેદાન, જોનારા ડરી ગયા

નેશનલ / VIDEOS: દિલ્હીમાં મિનિ વાવાઝોડું! જોત જોતાંમાં બધુ ખેદાન મેદાન, જોનારા ડરી ગયા

Priyankka Triveddi

Last Updated: 03:06 PM, 22 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાનીમાં ગઈ કાલે દિલ્હી અને નોઇડામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાન અચાનક બદલાઈ ગયું હતું. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારે વાવાઝોડા પછી ગાઝિયાબાદમાં વરસાદ શરૂ થયો. જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડ્યા હતા.

દેશની રાજધાનીમાં ગઈ કાલે દિલ્હી અને નોઇડામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાન અચાનક બદલાઈ ગયું હતું. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારે વાવાઝોડા પછી ગાઝિયાબાદમાં વરસાદ શરૂ થયો. જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડ્યા હતા.

આ સાથે ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જોરદાર વાવાઝોડાને કારણે એક શાળાની દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલ નીચે પાર્ક કરેલી ઘણી ગાડીઓને નુકસાન થયું. તે જ સમયે એક ઝાડ પણ રસ્તા પર પડી ગયું. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. પૂર્વ દિલ્હીના યમુના વિહાર, ભજનપુરા અને ગોકલપુરી જેવા વિસ્તારોમાં ધૂળનું જોરદાર તોફાન આવ્યું. અચાનક ધૂળના તોફાનને કારણે દૃશ્યતા ઘટી ગઈ. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ જોરદાર વાવાઝોડાએ ત્રાટક્યું. ઘણી જગ્યાએથી વૃક્ષો પડી જવાના અહેવાલો છે. જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થયો અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો.

ફ્લાઇટને નુકસાન

દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટને પણ અચાનક હવામાન બદલાતા નુકસાન થયું હતું. એરક્રાફ્ટનો આગળનો ભાગ તૂટી ગયો હતો. જો કે મુસાફરોને સેફ લેન્ડિંગ કરાવ્યું હતું. તેમને કોઈ ઇજા થઈ નથી.

નોઇડામાં પણ ઘણા વૃક્ષો ધરાશાયી થયા

દિલ્હીના તીન મૂર્તિ માર્ગ અને જનપથ રોડ પર ભારે પવન, ભારે વરસાદ અને કરા પડવાથી એક વૃક્ષ ધરાશાયી થયું. આ સાથે નોઈડામાં પણ વાવાઝોડાને કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તોફાન અને વરસાદને કારણે નોઈડા સેક્ટર 37 માં માત્ર એક ઝાડ જ નહીં પરંતુ એક હોર્ડિંગ પણ ઉડી ગયું.

20 મિનિટમાં તોફાન અને વરસાદે તબાહી મચાવી

દિલ્હી-એનસીઆરમાં 20 મિનિટમાં ભારે વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી દીધી. ભારે પવનને કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. તોફાન અને વરસાદથી થયેલી તબાહી એટલી બધી હતી કે આખું શહેર થોડા સમય માટે ઠપ્પ થઈ ગયું. વાવાઝોડાથી થયેલી તબાહી એટલી બધી હતી કે રસ્તાઓ પર ચાલતા લોકો સુરક્ષિત આશ્રય શોધી રહ્યા હતા

વધુ વાંચો:

VIDEO : '22મીના હુમલાનો 22 મિનિટમાં બદલો, નસોમાં સિંદૂર ઉકળી રહ્યું છે' પાક પર PMની 'આકરી એરસ્ટ્રાઈક'

vtv app promotion

તો બીજી તરફ તોફાનના લીધે મેટ્રોના હાઇ ઇન્ટેનશન તારને પણ અસર થઈ હતી. મેટ્રો લાઇનબંધ થતાં મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain fall delhi Delhi storm national news
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ