બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Vegetarian crocodile Babia dies in Kerala, used to live in the temple

કેરળ / 70 વર્ષથી પ્રસાદ ખાઈને જીવતા મગરનું નિધન, મંદિરમાં હતો નિવાસ, અંતિમ દર્શન હિબકે ચડ્યા ભક્તો

Megha

Last Updated: 10:48 AM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મગર 75 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ હતું.  મંદીરમાં આવતા ભક્તોને આશીર્વાદ આપવા અને પ્રસાદ ખાવા માટે આ મગર બહાર આવતો હતો

  • શાકાહારી મગર તરીકે પ્રખ્યાત બાબિયા મંદિરના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યો
  • વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય હતો મગર 
  • ભક્તો એ મગર પાસે ભોગ ચઢાવવા અને વ્રત માંગવા આવતા

શાકાહારી મગર તરીકે પ્રખ્યાત બાબિયા હવે નથી રહ્યો. કેરળના 'શાકાહારી' મગર બાબિયાનું સોમવારે કાસરગોડના શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં મૃત્યુ થયું હતું. તે મંદિરના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મગર 75 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ હતું.  મંદીરમાં આવતા ભક્તો સમક્ષ તેમને આશીર્વાદ આપવા અને પ્રસાદ ખાવા માટે આ મગર બહાર આવતો હતો. મંદિરના પૂજારીઓ અનુસાર આ મગર પોતાનો મોટાભાગનો સમય ગુફાની અંદર વિતાવતો હતો. 

વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય હતો મગર 
આ મગર માટે એવું કહેવાય છે કે તેને આજ સુધી કોઈ અન્ય પ્રાણી કે મનુષ્યને નુકસાન પહોંચાડ્યું નથી. સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે માત્ર ભાત અને પ્રસાદ ખાઈને જીવતો હતો. બાબિયા ઘણા વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય રહ્યો હતો અને ભક્તો ત્યાં એ મગર પાસે ભોગ ચઢાવવા અને વ્રત માંગવા આવતા હતા. સવારે અને બપોરે પૂજા બાદ મગરને ભોજન કરાવવામાં આવતું હતું.

શું છે કહાની 
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા આ શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં એક મહાત્મા તપસ્યા કરતા હતા. આ દરમિયાન ભગવાન કૃષ્ણ બાળકના રૂપમાં આવ્યા અને મહાત્માને પોતાની મસ્તી કરીને હેરાન કરવા લાગ્યા. તેનાથી ગુસ્સે થઈને તપસ્વીએ તેને મંદિર પરિસરમાં બનેલા તળાવમાં ધક્કો મારી દીધો. જ્યારે ઋષિને ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તે બાળકને તળાવમાં શોધવા લાગ્યા પણ પાણીમાં કોઈ મળ્યું નહીં. સાથે જ પાણીની અંદર ગુફા જેવી તિરાડ દેખાઈ. એ સમયથી એવું માનવામાં આવે છે કે આ ગુફામાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા પણ થોડી વાર પછી એ જ ગુફામાંથી એક મગર બહાર આવ્યો હતો.  

આ સિવાય લોકો એમ પણ કહે છે 1945માં એક બ્રિટિશ સૈનિકે મંદિરમાં એક મગરને ગોળી મારી હતી અને તેના થોડા દિવસો પછી બાબૈયા મંદિરના તળાવમાં આપમેળે દેખાવવા લાગ્યો હતો. બાબિયાને પહેલા શાકાહારી મગર નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે અન્ય કોઈ પ્રાણી અથવા માછલીને નુકસાન પંહોચાડતો નહતો. 

બાબિયા શનિવારથી ગુમ હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત મગર રવિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ તળાવમાં તરતો જોવા મળ્યો હતો. મંદિર પ્રશાસને પોલીસ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ