બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu shastra never do these mistakes while sleeping

સમૃદ્ધિ ટકાવવાનો ઉપાય / રાતે સુતા પહેલા ભૂલથી પણ ન કરતા આ કામ નહીંતર થઈ જશો કંગાળ, પ્રેમસંબંધોમાં પણ આવશે અડચણ

Hiralal

Last Updated: 04:44 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહુ ઓછા લોકોને ખબર હશે કે રાતે સુતા પહેલા વાસ્તુશાસ્ત્રના ચાર નિયમો છે જેનું પાલન ન કરતાં ઘરમાં કંગાળી આવી શકે છે.

  • રાતે સુતા પહેલા વાસ્તુશાસ્ત્રના ચાર નિયમોનું પાલન કરવું જરુરી
  • નિયમોનું પાલન ન કરવાથી ઘરમાં આવી શકે કંગાળી
  • ઓશિકા નીચે પર્સ રાખીને ન સૂવું જોઈએ
  • ઓશિકા નીચે એલાર્મ ઘડિયાળ રાખવાથી પ્રેમ સંબંધોમાં તણાવ

જીવનમાં ચડતી-પડતી તો આવવાની જ પરંતુ કેટલીક સમસ્યાઓ એવી હોય છે જેમાંથી લાંબા સમય સુધી બહાર નીકળી શકાતું નથી. દેવામાં ડૂબી જવું એ એક એવું જ સંકટ છે. દેવામાંથી વસૂલી સરળ નથી. ઘણી વખત વ્યક્તિનું આખું જીવન દેવું ચૂકતે કરવામાં જ ખર્ચાઈ જાય છે. આવી પરિસ્થિતિ માટે આપણી ભૂલો પણ જવાબદાર છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઊંઘ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્રિયા છે જે શરીરને જરૂરી આરામ તો આપે જ છે સાથે જ તમારા મનને શાંતિ પણ આપે છે. 

સુવાની સાથે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરુરી 
શું તમે જાણો છો કે સુવાની સાથે પણ કેટલાક વાસ્તુ નિયમો જોડાયેલા છે જેનું પાલન કરવું ફરજિયાત છે. જો તમે તે નિયમોનું પાલન નહીં કરો, તો તમે આર્થિક રીતે નબળા પડી શકો છો. એટલા માટે વાસ્તુ શાસ્ત્ર કહે છે કે સૂતા પહેલા આ આદતોનું પાલન કરવું જરૂરી છે. ચાલો જાણીએ કે તે આદતો શું છે.

સૂતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન
- સૂતા પહેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ બંધ કરવાની સાથે, તેને તમારી આસપાસ ન રાખવા જોઈએ. જો તમે તમારા બેડરૂમમાં અથવા તો બેડની નીચે પણ 
ઈલેક્ટ્રોનિક ઉપકરણો રાખો છો, તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.
- ઘણા લોકો એલાર્મ ઘડિયાળને ઓશીકા નીચે દબાવીને રાખે છે. ઓશિકા નીચે એલાર્મ ઘડિયાળ રાખવાથી પ્રેમ સંબંધોમાં તણાવ પેદા થાય છે. એટલા માટે હંમેશા એલાર્મ ક્લોકને તમારા બેડની જમણી કે ડાબી બાજુ રાખો.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂતા સમયે ઓશિકા નીચે પર્સ રાખીને ન સૂવું જોઈએ. પર્સમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને પાકિટને ઓશિકા નીચે મુકીને સુવાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમારે કંગાળી વેઠવી પડી શકે છે. 
- ઘણીવાર લોકો કોઈ પુસ્તકને ઓશીકા નીચે મૂકીને વાંચતી વખતે સૂઈ જાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમે આવું કરો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પુસ્તકો, અખબારો વગેરેને બુધ ગ્રહ સાથે જોડવામાં આવ્યા છે અને તેને યોગ્ય સ્થાને ન રાખવાથી બુધ ગ્રહ નબળો પડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sleeping Vastu Tips Vastu Shastra Vastu Tips Sleeping Vastu Shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ