બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vanamahotsav celebration at Panchmahal by CM Bhupendra Patel

વૃક્ષ રથ / આજે 74મો વન મહોત્સવ: CM ભૂપેન્દ્ર પટેલ પંચમહાલમાં કરશે ઉજવણી, જેપુરા-વન કવચના લોકાર્પણ સાથે આપશે આ મોટી ભેટ

Kishor

Last Updated: 08:07 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલ જિલ્લામાં ૭૪માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

  • રાજ્ય કક્ષાના વન મહોત્સવની પંચમહાલ જિલ્લામાં ઉજવણી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૭૪મો વન મહોત્સવ ઉજવાશે 
  • ૫ મી ઓગષ્ટે વિવિધ જિલ્લામાં વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી 

૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી આજે તા.૩જી ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવશે. 5 મી ઓગષ્ટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ સહિત અન્ય આગેવાનોનો હાજરી વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થશે.  ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા હરસિધ્ધી માતાના મંદિરની નજીક ગાંધવી ગામે પાંચ હેક્ટર વિસ્તારમાં હરસિધ્ધી વન નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. જેનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. 

Image

અલગ અલગ સ્થળોએ ૨૨ સાંસ્કૃતિક વનોની સ્થાપનાં

વધુમાં રાજયમાં પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજયના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોના નિર્માણ માટે નવતર અભિગમ દાખવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણની આ પ્રવૃત્તિ થકી “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત” સંકલ્પને સાકાર બનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વર્ષ ૨૦૦૪ થી ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ૨૨ સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે.

બનાસકાંઠા ખાતે વરૂ સોફ્ટ રીલીઝ સેન્ટરનું પણ ઈ- લોકાર્પણ

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ વર્ષે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં “વૃક્ષ રથ” ઘરે ઘરે ફેરવવામાં આવશે. જેમાં ડોર ટુ ડોર રોપા વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત આ સમારોહમાં મુખ્યમંત્રી દ્વારા ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢ, ક્રાકજ એનિમલ કેર સેન્ટર – પાલીતાણા તેમજ નડાબેટ, બનાસકાંઠા ખાતે વરૂ સોફ્ટ રીલીઝ સેન્ટરનું પણ ઈ- લોકાર્પણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ