બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / vaishno devi yatra will begin 16 august and now only two thousand passengers will be included every day
Last Updated: 08:18 AM, 15 August 2020
ADVERTISEMENT
આ યાત્રામાં જમ્મુ કાશ્મીરના 1900 તથા અન્ય રાજ્યોના 100 લોકોનો સમાવેશ થશે. પહેલા 5 હજાર લોકોની પરવાનગી મળી હતી. બેટરી વાહન, યાત્રી રોપવે તથા હેલિકોપ્ટર સેવા નિયમિત રીતે ચલાવવામાં આવશે. કોરોનાને લીધે પ્રવાસ 8 માર્ચથી બંધ છે.

ADVERTISEMENT
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે પ્રવાસની નોંધણી ઓનલાઈન કરાવવાની રહેશે. બીજા પ્રદેશો અને જમ્મુ કાશ્મીરના રેડ ઝોન જિલ્લાના લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે.
આની તપાસ ભવન માટે જવા દરમિયાન હેલીપેડ, ડ્યોઢી ગેટ, બણગંગા, કટરામાં કરવામાં આવે. તીર્થયાત્રીઓ માટે માસ્ક, ફેસ કવર પહેરવું અનિવાર્ય છે અને તમામનું સ્ક્રિનીંગ કરવામાં આવશે.

ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે પ્રવાસ સરળ બનાવવા માટે બેટરી વાહન, યાત્રી રોપવે તથા હેલિકોપ્ટર સેવા નિયમિત રીતે ચલાવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. ભીડથી બચવા માટે આપતી અને વિશેષ પૂજામાં ભાગ લેવાની પરવાનગી આપવામાં નહીં આવે.
પ્રવાસમાં ઘોડા, પિઠ્ઠુ અને પાલકીને પરવાનગી આપવામાં નહીં આવે. 10 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગર્ભવતી, બિમાર લોકોને પ્રવાસની પરવાનગી અપાશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.