બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ ઉત્સવ દરમિયાન અરબી ઝંડો લગાવ્યો, કાઉન્સિલરે કહ્યું હવા નીકળી જશે
Last Updated: 10:46 AM, 9 September 2024
વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક શખ્સોએ સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવતા મામલો તંગ બન્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિકોએ કર્યો વિરોધ
ADVERTISEMENT
વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અર્બન 7 સોસાયસીનાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. જેનો અર્બન 7 સોસાયટીનાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ગણેશ ઉત્સવ દરમ્યાન તમામ ટાવરનાં ટેરેસ પર ઝંડા લગાવવામાં આવ્યા હતા.
ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશેઃદોંગા
ધાબા પર ઝંડા લગાવ્યા હોવાની વાત સ્થાનિક કોર્પોરેટરનાં ધ્યાને આવતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ સમગ્ર બાબતે સ્થાનિક કાઉન્સિલર નિતીન દોંગાએ નિવેદન આપ્યું હતું કે, ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે. તેમજ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની પણ જરૂર નહી પડે. અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહી લાગે. અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું નહી. આ હિન્દુસ્તાન છે બધા પ્રેમથી રહ. બાકી અમે પણ મહાદેવનાં સંતાન છીએ. હવામાં હશે તો હવા નીકાળી દેવામાં આવશે.
વધુ વાંચોઃ સુરતમાં પથ્થરમારો કરનાર આરોપીની કડક સરભરા, કેવી રીતે બની ઘટના? પોલીસે કર્યા ખુલાસા
પોલીસે તપાસ હાથ ધરી
વડોદરામાં અર્બન 7 સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવ્યો હોવાની માહિતી રહીશોને મળતા મામલો બિચક્યો હતો. તેમજ લોકોનાં ટોળે ટોળા સોસાયટી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી મામલો શાંત પાડી તપાસ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.