બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પથ્થરમારો કરનાર આરોપીની કડક સરભરા, કેવી રીતે બની ઘટના? પોલીસે કર્યા ખુલાસા
Last Updated: 09:23 AM, 9 September 2024
સુરતનાં સૈયદપુરા પંપીંગ વિસ્તારમાં કાંકરીચાળા મામલે આખી રાતનાં તનાવ બાદ વહેલી સવારે શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. ગઈ કાલે રાત્રે તોફાની તત્વોએ ત્રણ વાહનો સળગાવ્યા હતા. તેમજ અસંખ્ય રિક્ષાઓનાં કાચ ફોડી નાંખ્યા હતા. આખી રાતનાં પોલીસ બંદોબસ્ત સાથે 27 જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે મુલાકાત લીધી હતી. મોડી રાત્રે તેમણે ગણેશ પંડાલમાં આરતી પણ કરી હતી. સમગ્ર મામલે હાલ પોલીસે ચાંપતો બંદોસ્ત ગોઠવ્યો હતો.
ADVERTISEMENT
એવી કાર્યવાહી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શુ થાય-CP
ADVERTISEMENT
આ સમગ્ર મામલો સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 27 શખ્સોની અટકાયત કરી છે. તેમજ આવતીકાલે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે. કોઈપણ લોકો પાસે ઘટનાના વીડિયો હોય તો પોલીસને આપે. જે પણ લોકો સંડોવાયેલા છે તેઓનાં પુરાવાર એકત્ર કરાઈ રહ્યા છે. એવી કાર્યકાવી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય. આ પ્રકારની ઘટનામાં કોઈને છોડવામાં નહી આવે. અને બીજીવાર આવું કોઈ કરે નહી તે પ્રકારની કાર્યવાહી કરાશે. તેમજ છ જેટલા કાયદાનાં સંઘર્ષમાં આવેલા કિશોર છે. જેમની અટકાયત કરાઈ નથી. પરંતું તેમની સામે જુએનાઈલ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. પોલીસ મજબૂત પુરાવા સાથે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. તેમજ કતારગામ દરવાજા પાસે ત્રણ વાહનો સળગાવાયા છે.
પોલીસે આ ઘટના માં કુલ ત્રણ ગુનાઓ નોંધ્યા છે..
વધુ વાંચોઃ આજે 4 જિલ્લામાં વરસાદનો વરતારો! હવામાન વિભાગે કરી મિક્સ આગાહી
સુરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી
સુરતમાં મોડી રાત્રે પથ્થર મારાની ઘટના બની હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જે મંડપ પર પથ્થરમારો થયો હતો. ત્યાં આરતી કરાઈ હતી. ગૃહરાજ્યમંત્રી અને પોલીસ કમિશ્નરે રાત્રે 2 વાગ્યે આરતી કરાઈ હતી. તેમજ સૈયદપુરામાં પથ્થરમારાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, સવાર થતા જ પથ્થર મારાનાં તમામ આરોપીઓ જેલમાં હશે. પથ્થરમારાની આ ઘટનામાં કોઈને છોડાશે નહી. તેમજ તમામ પથ્થર મારો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. તેમજ સુરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક કાર્યવાહી કરાશે. લોકોને ખાસ વિનંતી છે કે કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવં. તેમજ પથ્થર મારામાં કઈ રીતે સગીરોનો ઉપયોગ કરાયો તે પણ ધ્યાને લેવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Plane Crash / આંખો બંધ કરીને પણ પ્લેન ઉડાવી શકે! દુર્ઘટનામાં માર્યા ગયેલા કેપ્ટન વિશે જાણો કોણે કહી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT