બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Congress spokesperson Bhavik Amin posted a controversial post

વિવાદ / 'મુઝે પ્યાર હુઆ અલ્લા મિયાં' ગીત પર ગરબા રમી રહ્યા હતા ખેલૈયા, કોંગ્રેસ પ્રવક્તાએ કટાક્ષના ચક્કરમાં કરી વિવાદિત પોસ્ટ, હિન્દુ સંગઠનો વિશે જુઓ શું કહ્યું

Malay

Last Updated: 03:34 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના કોંગ્રેસ પ્રવક્તા ભાવિક અમીને કરી વિવાદિત પોસ્ટ, 'મુજે પ્યાર હુઆ અલ્લા મિયાં' ગીત પર ગરબા રમતા ખેલૈયાનો વીડિયો કર્યો પોસ્ટ

  • કોંગ્રેસ પ્રવક્તા ભાવિક અમીને કરી વિવાદિત પોસ્ટ 
  • વાયરલ વીડિયોની સાથે હિન્દુ સંગઠનોને લઈ વિવાદિત શબ્દ વાપર્યો 
  • 'ગરબા આયોજકો આવા ગીતો વગાડી લાગણી દુભાવે છે'

Vadodara News: વડોદરાના કોંગ્રેસના પ્રવક્તા ભાવિક અમીન કટાક્ષના ચક્કરમાં વિવાદમાં ફસાયા છે. તેમણે ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરતા હિન્દુ સંગઠનો લાલઘુમ થઈ ગયા છે. તો બીજીબાજુ યુઝર્સ પણ તેમને આડેહાથ લઈ રહ્યા છે. તેમની ફેસબુક પોસ્ટ પર યુઝર્સ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વડોદરા કોંગ્રસના પ્રવક્તાની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, આ વીડિયો ગયા વર્ષનો છે અને આયોજકોએ માફી પણ માંગી હતી.

ગરબા રમતા ખેલૈયાનો વીડિયો કર્યો પોસ્ટ 
ભાવિક અમીન ફેસબુક 'મુજે પ્યાર હુઆ અલ્લા મિયાં' ગીત પર ગરબા રમતા ખેલૈયાનો વીડિયો પોસ્ટ કર્યો છે. સાથે જ તેમણે લખ્યું છે કે, 'ભક્તોની બેન-દિકરીઓ અને ભક્તાણીઓએ ખુલ્લેઆમ કહ્યું કે મુઝે પ્યાર હુઆ અલ્લાહ મિંયા' આ ઉપરાંત તેમણે હિન્દુ સંગઠનોને લઈને વિવાદિત શબ્દનો પણ ઉપયોગ કર્યો છે. તેમણે જણાવ્યું કે, હિન્દુ સંગઠનો તિલક લગાડી વિધર્મીના પ્રવેશ પર પ્રતિબંધની વાતો કરે છે. તો ગરબા આયોજકો આવા ગીતો વગાડી લાગણી દુભાવે છે. કોંગ્રેસ પ્રવક્તાએ પોસ્ટ કરેલો વીડિયો ક્યાંનો છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. 

યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા
ભાવિક અમીનની પોસ્ટ પર યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પોસ્ટ પર ચિરાગ વાળા નામના યુઝરે લખ્યું કે, ''નવરાત્રી ચાલુ જ છે હજી, વીડિયો તો કમ સે કમ નવો ગોતીને મુકવો હતો? (આ પોસ્ટમાં જે વીડિયો છે એ જૂનો છે) બાકી હા, બધુ સંગઠનો અને સેનાઓ એ જ કરવાનું હોય તો પછી તમારા જેવા "દેખાતા આંધળાઓ" માટે વાંહે કરવા જેવું વધશે શું..?''

આ જૂનો વીડિયો છેઃ યુઝર
વિનોદ નામના એક યુઝરે લખ્યું છે કે, 'દિમાગના બગાડો જૂનો વીડિયો છે આ વર્ષનો નથી' તો ડીપી મારવાડી નામના એક યુઝરે લખ્યું કે,'પહેલા ધર્મ વિરોધી તો હતા જ હવે બહેન દીકરીના વિરોધી થઈ ગયા આ ઢોગ્રેસી ચમચાઓ' 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ