બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:05 AM, 15 May 2021
ADVERTISEMENT
#WATCH उत्तराखंड: गंगोत्री धाम के कपाट आज सुबह खुल गए। pic.twitter.com/FSOdwGy5Ze
— ANI_HindiNews (@AHindinews) May 15, 2021
ADVERTISEMENT
સવારે 7.30 વાગે વિશેષ મંત્રોચ્ચારણની સાથે કપાટ ખુલ્યા
મા ગંગાની પાલખી આજે સવારે ભૈરવ ઘાટીથી ગંગોત્રી માટે રવાના થઈ. સવારે 7.30 વાગે વિશેષ મંત્રોચ્ચારણની સાથે ગંગોત્રીના પંડા પુરોહિતોએ મર્યાદિત સંખ્યામાં પહોંચી ગંગોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. ગંગોત્રી ઘામ માટે કપાટ ખુલતા જ મા ગંગાના પરિસર જયકારોથી ગૂંજી ઉઠ્યુ. ખાસ વાત એ છે કે ગંગોત્રીમાં પંડા પુરોહિતોની પહેલી પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રદેશના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના નામથી કરવામાં આવી અને ભેંટ પણ ચઢાવવામાં આવી. પુરોહિતોએ દેશ અને દુનિયામાં કોરોના મહામારીની છુટકારો મેળવવા માટે વિશેષ પાઠનું આયોજન કર્યુ.
ADVERTISEMENT

સવારે 7.30 વાગે વિશેષ મંત્રોચ્ચારણની સાથે કપાટ ખુલ્યા
ADVERTISEMENT
આ પહેલા મા ગંગાની ડોલી પોતાના શીતકાલીન પ્રવાસ સ્થળ મુખબા ગામથી ગંગોત્રી માટે રવાના થઈ. કોરોનાના કારણે આ વર્ષે મુખબા ગામના લોકોએ દૂરથી જ મા ગંગાની પાલખીના દર્શન કરી શક્યા. હર્ષિલ, ધરાલી સહિત અન્ય સ્થાનોના લોકોએ દૂરથી મા ગંગાના દર્શન કર્યા. ભૈરવ ઘાટીમાં રાત્રી વિશ્રામ બાદ આજે સવારે 7.30 વાગે ગંગાના ઉદ્ગમ સ્થળ તરીકે પ્રખ્યાત ગંગોત્રી ધામના કપાટ વિધિ વિધાનની સાથે ખોલવામાં આવ્યા. આ વર્ષે આર્મીના બેન્ડની ધૂન પણ ગંગોત્રી ધામમાં ન સંભળાઈ. ગંગોત્રી મંદિર સમિતીના રવિન્દ્ર સેમવાલે કહ્યુ કે કોરોનાને કારણે મર્યાદિત સંસાધનોની સાથે ગંગોત્રી ધામમાં પૂજા પાઠ અને ગંગાની આરતીનું આયોજન દર રોજ કરવામાં આવશે. સામાન્ય લોકોને આ યાત્રા અને મંદિરના દર્શન કરવા પર મનાઈ છે.
Uttarakhand: The portals of Gangotri Dham opened this morning, the traditional rituals were performed at the occasion. pic.twitter.com/PL04tMBNvn
— ANI (@ANI) May 15, 2021
ADVERTISEMENT
જલ્દી ચાર ધામ યાત્રા શરુ કરાશે
ADVERTISEMENT
ગંગોત્રી મંદિર સમિતીના અધ્યક્ષ સુરેશ સેમવાલે કહ્યુ કે વર્ષ 2020 હેઠળ આ વર્ષે પણ ગંગોત્રી ઘામના કપાટ સાદગીથી ખોલવામાં આવ્યા. કોરોનાની ગાઈલાઈનના હિસાબથી મંદિર પરિસરમાં પુરોહિત અને પ્રશાસનના કેટલાક લોકોએ ફરિયાદ કરી. મંદિરના કપાટ વિધિ વિધાનની સાથે ખોલી દેવામાં આવ્યા. પંડા પુરોહિતોને આશા છે કે જલ્દી કોરોનાની મહામારી ખતમ થશે અને ધામોને ફરી ખોલી દેવામાં આવશે. ચાર ધામ યાત્રા શરુ કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.