બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Uttarakhand UCC Billpassed: read all the marriage and divorce related rules

Uttarakhand UCC Bill / ઉત્તરાખંડમાં UCC પાસ: જાણો શું છે આ 'યુનિફોર્મ સિવિલ કોડ', જેનાથી રાજ્યમાં સૌને મળશે સમાન અધિકાર

Published By: Vaidehi

Last Updated: 07:05 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાને લગતું બિલ વિધાનસભામાં પાસ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ખુદ આ બિલની વિધાનસભામાં રજૂઆત કરી. જાણો લગ્ન અને છૂટાછેડ્ડાને લઈને તેમણે શું કહ્યું?

  • સમાન નાગરિક સંહિતા બિલ ઉત્તરાખંડ વિધાનસભામાં પાસ
  • બિલમાં લગ્ન અને છૂટાછેડાને લઈને અનેક નિયમોનો ઉલ્લેખ
  • મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ખુદ આ બિલ અંગે માહિતી આપી

ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સમાન નાગરિક સંહિતાને લઈને બિલ રજૂ કર્યું  જે પાસ થઈ ગયું છે. તેવામાં આ બિલમાં લગ્ન અને છૂટાછેડ્ડા અંગેનાં શું નિયમો રજૂ કરવામાં આવ્યાં છે આવો જાણીએ!

  1. લગ્ન સમયે પુરુષની ઉંમર 21 વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. લગ્નની નોંધણી કલમ 6 અંતર્ગત રજિસ્ટ્રેશન જરૂરી રહેશે. આવું ન કરવા પર 20000 રૂપિયાનું ફાઈન ચુકવવું પડશે.
  2. છૂટાછેડ્ડા માટે કોઈપણ પુરુષ કે મહિલા કોર્ટમાં ત્યાં સુધી નહીં જઈ શકે જ્યાં સુધી લગ્નનો સમયગાળો એક વર્ષ ન થઈ ગયો હોય.
  3. લગ્ન કોઈપણ ધાર્મિક પ્રથા અનુસાર કરવામાં આવ્યાં હોય પણ છૂટાછેડા માત્ર ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત જ થઈ શકશે.
  4. કોઈપણ વ્યક્તિને પુનર્વિવાહ કરવાનો અધિકાર ત્યારે જ મળશે જ્યારે કોર્ટે છૂટાછેડા આપવાનો નિર્ણય આપી દીધો હોય અને એ આદેશ સામે કોઈ અરજી કરવામાં ન આવી હોય.
  5. કાયદાનાં નિયમોની વિરુદ્ધમાં લગ્ન કરવા પર 6 મહિનાની જેલ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.  નિયમો વિરુદ્ધ છૂટાછેડા લેવા પર 3 વર્ષ સુધીની જેલ મળી શકે છે.
  6. પુરુષ અને મહિલાની વચ્ચે બીજા લગ્ન ત્યારે કરી શકાશે જ્યારે બંનેનાં પાર્ટનરમાંથી કોઈ એક જીવિત ન હોય.
  7. મહિલા કે પુરુષમાંથી જો કોઈએ લગ્નમાં રહેતાં હોવા છતાં કોઈ અન્ય સાથે શારીરિક સંબંધ બનાવ્યાં તો તેને છૂટાછેડાનો આધાર બનાવી શકાશે.
  8. જો કોઈએ નપુસંકતા કે જાણી જોઈને બદલો લેવાની ભાવનાથી લગ્ન કર્યાં છે તો તેવામાં છૂટાછેડા લેવા માટે કોઈપણ કોર્ટમાં જઈ શકાશે.
  9. જો પુરુશે કોઈ મહિલાનો રેપ કર્યો છે અથવા પરિણીત હોવા છતાં મહિલા કોઈ અન્ય વ્યક્તિથી ગર્ભવતી થઈ છે તો તેવામાં છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી કરી શકાય છે. જો મહિલા કે પુરુષમાંથી કોઈ ધર્મપરિવર્તન કરે છે તો તેને છૂટાછેડાની અરજીનો આધાર બનાવી શકાશે.
  10. સંપત્તિને લઈને મહિલા કે પુરુષની વચ્ચે બરાબરનો અધિકાર રહેશે. તેમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નહીં કરવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Pushkar Dhami uttarakhand UCC BILL ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા Uttarakhand UCC Bill

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ