બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / uttar pradesh farmer and his two sons died due to current tubewell in the field banda

કરુણાંતિકા / બે જવાનજોધ દીકરા સાથે ખેતરમાં પાણી આપી રહ્યો હતો ખેડૂત, અચાનક જ કરંટ આવતા ત્રણેયના નિધન, પરિજનોનો વલોપાત

Arohi

Last Updated: 02:58 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh: બાંદામાં સિંચાઈ કરી રહેલા ખેડૂત અને તેના બે બાળકોને કરંટ લાગતા તેમનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ધીમે ધીમે પડી રહેલા વરસાદના કારણે આ ઘટના થઈ હતી. ઘટનાની સુચના મળતા જ SDM રવિન્દ્ર કુમાર અને DSP રાકેશ સિંહ પોલીસ ફોર્સની સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયો અને મામલાની તપાસ કરી.

  • ખેતરમાં કામ કરતા અચાનક લાગ્યો કરંટ 
  • ખેડૂત અને તેના 2 જવાન દિકરાના મોત 
  • દુઃખદ ઘટના બાદ વિસ્તારમાં હડકંપ 

ઉત્તર પ્રદેશના બાંદામાં રોકાઈ રોકાઈને થઈ રહેલા વરસાદે એક પરિવારને બરબાદ કરી નાખ્યો. ખેતરમાં કરંટની ઝપેટમાં આવવાથી ખેડૂત પિતા અને તેના બે જવાન દિકરાના દુખદ મોત થઈ ગયા. આ ઘટના બાદ સંપૂર્ણ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 

ઘટનાની સુચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચતા ત્રણેયના મૃતદેહને કબજે કરી લેવામાં આવ્યા છે અને પોર્સ્ટમોર્ટમમાં મોકલી દેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. 

કરંટ લાગવાથી ખેડૂત અને તેના દિકરાનું મોત 
જાણકારી અનુસાર વરસાદના કારણે ખેતરમાં બનેલા ટ્યુબવેલમાં કરંટ આવ્યો. તેની ઝપેટમાં એક યુવક આવ્યો. તેને બચાવવા માટે તેની પાસે ઉભેલા પિતા અને ભાઈએ પ્રયત્ન કર્યો. પરંતુ તે બન્ને પણ કરંટની ઝપેટમાં આવી ગયા. અને ત્રણેયના મોત થયા. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છે. 

ટ્યુબવેલના સ્પોર્ટિંગ વાયરમાં કરન્ટ આવવાથી મોત 
ઘટનાની સુચના મળતા જ SDM રવિન્દ્ર કુમાર અને DSP રાકેશ સિંહ પોલીસ બળની સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા અને ઘટના સ્થળની તપાસ શરૂ કરી. 

DSP રાકેશ કુમારે જણાવ્યું કે ટ્યુબવેલના સ્પોર્ટિંગ વાયરમાં કરંટ આવવાના કારણે ખેડૂત ગોરેલાલ તેમના બે દિકરા દીપુ યાદવ અને અતુલ યાદવનું મોત થઈ ગયું. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ