ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફટાકડા ફોડતા દાઝી ગયા હોય તો તાત્કાલિક કરી લેજો આ કામ, દર્દમાંથી મળશે રાહત

તમારા કામનું / ફટાકડા ફોડતા દાઝી ગયા હોય તો તાત્કાલિક કરી લેજો આ કામ, દર્દમાંથી મળશે રાહત

Published By: Maulik Patel

Last Updated: 05:43 PM, 20 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી આનંદ, પ્રકાશ અને ફટાકડાનો તહેવાર છે, પરંતુ ઉજવણી વચ્ચે સલામતીનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. પરંતુ આ ઉત્સાહમાં ફટાકડાથી દાઝવાના કિસ્સાઓ પણ સામે આવે છે. "દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે દાઝ્યા હોય તો શું કરવું?" એ જાણવું અત્યંત જરૂરી છે, કારણ કે સમયસર પગલાં જીવન બચાવી શકે છે. તો ચાલો જાણીએ ડૉક્ટરો અને નિષ્ણાતો શું કહે છે.

ADVERTISEMENT

પ્રકાશ અને ઉત્સાહનો તહેવાર દિવાળી મીઠાઈ, પકવાન અને ફટાકડાઓ વિના અધૂરો લાગે છે. પરંતુ આનંદ અને ઉજવણીની વચ્ચે લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. દર વર્ષે દિવાળીના દિવસોમાં ફટાકડાના કારણે દાઝવાના, આંખમાં ઈજા થવાના અને શ્વાસની તકલીફો વધવાના અનેક કેસો સામે આવે છે. આરોગ્ય નિષ્ણાતો લોકોને ખાસ તકેદારી રાખવા અનુરોધ કરી રહ્યા છે.

FATAKDA-2

ફટાકડાના ધુમાડાના કારણે અસ્થમા અને શ્વાસની સમસ્યાઓ વધુ તીવ્ર બની શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે મીઠાઈ અને તળેલા ખોરાક બ્લડ શુગર વધારવાનું જોખમ વધારી શકે છે. આ ઉપરાંત ફટાકડા ફોડતા સમયે થોડી બેદરકારી ગંભીર ઈજા અથવા દાઝવાનું કારણ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફટાકડા ફોડતી વખતે બાળકો અને વડીલો ખાસ સાવચેત રહેવું જોઈએ.

હળવી દાઝ માટે તરત ઉપાય

જો ફટાકડાના કારણે હાથ અથવા સ્કીન દાઝી જાય તો સૌપ્રથમ દાઝેલા ભાગને 10 થી 15 મિનિટ સુધી ઠંડા પાણીમાં રાખવો. આ પગલાથી બળતરા અને સોજો ઓછો થાય છે. ત્યારબાદ એ ભાગને સ્વચ્છ પાણીથી ધોઈને સૂકા, સાફ કપડાથી ઢાંકી દેવો જેથી ધૂળ કે ગંદકી ન લાગે. આ રીતે ચેપ થવાનો ખતરો ઘટે છે.દાઝ્યા બાદ સ્કીન પર ફોલ્લા પડી શકે છે. તે ફોડવા નહીં. ડૉક્ટર સાથે સલાહ કર્યા વિના કોઈ પણ ક્રીમ અથવા દવા ન લગાવવી. સામાન્ય રીતે નિષ્ણાતો એન્ટિસેપ્ટિક ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝિંગ લોશન વાપરવાની સલાહ આપે છે જેથી સ્કીન સૂકાઈ નહીં અને ઈજા વધે નહીં.

SKIN-00

એલોવેરા અને નાળિયેર તેલ ફાયદાકારક

એલોવેરામાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ દાઝેલા ભાગમાં ચેપ થતો અટકાવે છે અને બળતરા ઘટાડે છે. છોડમાંથી સીધો કાઢેલો શુદ્ધ એલોવેરા જેલ વધુ અસરકારક માનવામાં આવે છે. સાથે જ નાળિયેરનું તેલ પણ દાઝ્યા બાદ સ્કીનને ઠંડક પહોંચાડે છે અને ડાઘ ઘટાડવામાં મદદરૂપ બને છે કારણ કે તેમાં વિટામિન E હોય છે.

crackers-1.jpg

આંખોની સુરક્ષા પણ મહત્વપૂર્ણ

ફટાકડાના કારણે હાથ જ નહીં પરંતુ આંખને પણ ગંભીર નુકસાન થવાનું જોખમ રહે છે. નિષ્ણાતો કહે છે કે ફટાકડા ફોડતી વખતે ચશ્માનો ઉપયોગ કરવો, ફટાકડાને ચહેરા પાસે લાવવો નહીં અને સલામત અંતર જાળવવું ખૂબ જરૂરી છે. ઘણા ગંભીર કેસોમાં આંખની દ્રષ્ટિ ગુમાવવાના બનાવો પણ નોંધાયા છે.

vtv app promotion

ગંભીર ઈજા થાય તો તરત હોસ્પિટલ પહોંચો

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ઘરેલુ ઉપાય માત્ર હળવી દાઝ અથવા ઈજાઓ માટે જ ઉપયોગી છે. જો ત્વચા ગંભીર રીતે દાઝી ગઈ હોય, ફોલ્લા મોટા હોય, આંખમાં ઈજા થઈ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તરત નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.દિવાળીના ઉત્સવને આનંદદાયક અને સુરક્ષિત બનાવવા માટે જરૂરી છે કે આપણે ઉજવણીની સાથે સુરક્ષા પણ જાળવીએ. આનંદમાં બેદરકારી નહીં, તકેદારી રાખવી એ જ સાચી ઉજવણી ગણાય.

આ પણ વાંચો: VIDEO: વડોદરાના યુવાનોએ કર્યો કેદારનાથ મંદિરનો દિવ્ય શૃંગાર, નજારો ભાવ વિભોર કરે તેવો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

expert advice Diwali Burn Injuries Firecrackers Safety Measures

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ