માત્ર 85 હજારમાં મળી રહી છે 5 લાખની WagonR, આજે જ લઇ આવો અને કરો સવારી

By : krupamehta 05:44 PM, 10 October 2018 | Updated : 05:46 PM, 10 October 2018
જો તમે કોઇ ગાડી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો અને તમારું બજેટ ઓછું છે તો અમે તમને તમારા બજેટ કરતાં પણ ઓછી કિંમતે મળતી કાર માટે જણાવી રહ્યા છીએ. દેશની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતિસુઝુકીની વેગનઆર દેશની સૌથી સસ્તા ફેમિલી કારોમાં આવે છે. જો તમે આ કારને નવી ખરીદવા ઇચ્છતા નથી તો તમે એનું સેકન્ડ હેન્ડ વેરિએન્ટ ખરીદી શકો છો. આ કાર મોટાભાગે ફેમિલી વાળા લોકો પાસે હોય છે તો એની કન્ડિશન વધારે સારી હોય છે. 

એન્જીન અને પાવરની વાત કરવામાં આવે તો 998 સીસીના 3 સિલિન્ડર વાળા પેટ્રોલ એન્જીનવ આપવામાં આવ્યું છથે. જે 67 બીએચપીની પાવર અને 90 ન્યૂટન નમીટરનો ટાર્ક જનરેટ કરે છે. 5 સીટની આ કાર 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ થયેલી આવે છે. માઇલેજની વાત કરીએ તો આ કાર પ્રતિ લીટર પેટ્રોલમાં 20.51 કિમીની માઇલેજ આપી શકે છે. વધારે સ્પીડની વાત કરીએ તો આ કાર 152 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે. આ કાર માત્ર 18.6 સેકન્ડમાં 0 થી 100 કિમીની સ્પીડ પકડી શકે છે. આ કારમાં 35 લીટર ઇંઘણની ક્ષમતા વાળી ફ્યૂલ ટેંક આપવામાં આવી છે. 

ફીચર્સની વાત કરવામાં આવે તો આ કાર પાવર, વિંડો, પાવર સ્ટીયરીંગ, એસી, પાવર એડ્જેસ્ટેબલ એક્સટીરિયર વ્યૂ મિરર, ફોગ લાઇગ, વ્હીલ કવર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

કિંમતની વાત કરીએ તો સેકન્ડ બેન્ડ વેગન આર તમને માત્ર 85 હજાર રૂપિયામાં મળી રહી છે. જ્યારે નવી વેગનઆરની કિંમત આશરે 4 લાખ રૂપિયા છે. 

 Recent Story

Popular Story