રસોડું નાનું હોય કે મોટું તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી હોય છે.નોંધી લો ખાસ રસોઇ ટિપ્સ જે તમારા રસોડાને ચમકાવી શકે છે.
રસોડું ગૃહિણીનો સાથી છે, કારણ કે અહીં રસોઈ બનાવીને જ તે ઘરના અને બહારના લોકોનું દિલ જીતે છે, દરેકમાં પ્રશંસાને પાત્ર બને છે. તેથી રસોડાને ચમકતું રાખવું જરૂરી છે. તો નોંધી લો ખાસ રસોઇ ટિપ્સ જે તમારા રસોડાને ચમકાવી શકે છે.
-શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા.
- બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વંદા કે જીવડાં તેના પર ફરે નહીં.
- રસોડા કે કિચન પ્લેટફોર્મ ધોવા માટે સારી ગુણવત્તાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોંટે નહી.
-દાળ,મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું.