બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / us investor jay bloom turned down seats on doomed titan submarine

'ટાઇટન' સબમરિન દુર્ઘટના / '...તો આમના સ્થાને આજે અમારા ફોટા હોત', 'ટાઇટન' સબમરિનમાં મૃતક પાકિસ્તાની પિતા-પુત્રના બદલે જવાના હતા આ 2 અબજોપતિ

Arohi

Last Updated: 12:15 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Titan Submarine: અટલાંટિક સાગરમાં 1912માં ડૂબેલા ટાઈટેનિક જહાજના કાટમાળને શોધવા ગયેલી સબમરિન ટાઈટનના ડૂબવાથી દુનિયાના 5 અબજપતિઓના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઉદ્યોગપતિ સ્ટોકટન રશના એક મિત્રએ ખુલાસો કર્યો કે તેમણે છેલ્લા સમય પર ટાઈટનમાં સફર કરવાનો ઈનકાર કરી દીધો હતો.

  • ટાઈટેનિક જહાજનો કાટમાળ શોધવા ગઈ હતી સબમરિન 
  • સબમરિન ડૂબવાથી દુનિયાના 5 અબજપતિઓના મોત
  • આ એક શખ્સે છેલ્લા સમય પર સફર કરવાનો કર્યો હતો ઈનકાર 

ટાઈટન સબમરિનના ડૂબવાથી દુનિયાના 5 અબજપતિઓના મોતની સાથે જ તેમના સફરનો દુખદ અંત થયો. આ દુર્ઘટનામાં જે પાંચ લોકોના મોત થયા તેમાં ઓશનગેટ કંપનીના માલિક સ્ટોકટન રશ પણ શામેલ હતા. 

હવે આ ઘટનાને લઈને લાસ વેગસના રહેવાસી એક રોકાણકાર જય બ્લૂમે મોટો ખુલાસો કર્યો છે. સ્ટોકટન રશે લગભગ એક વર્ષ પહેલા જય બ્લૂમ અને તેમના દિકરા સીન બ્લૂમને દુર્ઘટનાનો શિકાર થયેલી સબમરિનમાં સફર કરવાની રજૂઆત કરી હતી અને તેના માટે ડિસ્કાઉન્ટ ટિકિટોની ઓફર પણ કરી હતી. 

સુરક્ષાને લઈને ચિંતામાં હતા બ્લૂમ 
રશે એમ કહીને બ્લૂમને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તેણે એક વખત ઉંડા સમુદ્રમાં ઉતરીને અંદર રોમાંચ ભરેલા સફરનો આનંદર લેવો જોઈએ અને ટાઈટેનિકનો કાટમાળ જોવો જોઈએ. શુક્રવારે એક ઈન્ટવ્યૂમાં બ્લૂમે કહ્યું કે તેમનો દિકરો જો હવે 20 વર્ષનો થઈ ગયો છે. તે બાળપણથી ટાઈટેનિક જબાજની સ્ટોરીને લઈને ખૂબ જિજ્ઞાસુ હતા. 

પરંતુ બ્લૂમે જ્યારે ટાઈટન સબમરિનના વિશે વાંચવાનું શરૂ કર્યું તો તેની ચિંતા વધવા લાગી અને સુરક્ષાને લઈને તે ચિંચિત થવા લાગ્યા. આ માટે તેમણે અભિયાનમાં શામેલ થવાના થોડા સમય પહેલા વિનમ્રતાપૂર્વક સબમરિનમાં સફર કરવાનો ઈનકાર કરી દીધો. 

બ્લૂમની જગ્યા પર ગયા હતા ઉદ્યોગપતિ બાપ-દિકરો 
બ્લૂમે જણાવ્યું કે તેના બાદ સબમરિનમાં ઉપલબ્ધ 2 સીટો પાકિસ્તાની મૂળના દિગ્ગજ શહઝાદ દાઉદ અને તેમના દિકરા સુલેમાનને મળી ગઈ. જે આ દુખદ દુર્ઘટનામાં રશ અને બે અન્ય લોકોની સાથે મૃત્યુ પામ્યા છે. બ્લૂમે બે અઠવાડીયાથી પણ ઓછા સમયમાં પહેલા એક મોટરસાયકલ દુર્ઘટનામાં પોતાના મિત્ર અભિનેતા ટ્રીટ વિલિયમ્સને ગુમાવ્યા હતા અને હવે રસનું મોત થઈ ગયું. 

બ્લૂમ કહે છે, "જ્યારે પણ તે પાકિસ્તાની વ્યવસાયી અને તેમના 19 વર્ષીય દિકરાની તસવીર જોવું છું. મને લાગે છે કે તેમની જગ્યા પર મારા અને મારા 20 વર્ષીય દિકરાનો ફોટો હોઈ શકતો હતો. પરંતુ ભગવાનની કૃપા એવી રહી કે હું ન જઈ શક્યો."

બ્લૂમ તેને લઈને ચિંતિત હતા 
ગુરૂવારે અમેરિકી તટ રક્ષક બળ દ્વારા સમુદ્રની સપાટીમાં ટાઈટન સબમરિનના ટુકડા મળવાની જાહેરાત કરવામાં આવી. તેના બાદ બ્લૂમે આ વર્ષની શરૂઆતમાં પોતાના અને રશના વચ્ચે ફેસબુક પર મેકલેલા સંદેશોની એક સીરિઝ પોસ્ટ કરી જેમાં રશે આ ઘારણાને ફગાવી દીધી હતી કે યાત્રા ખતરનાક હતી. 

એક સંદેશમાં સ્ટોકટન રશ લખે છે, "જોકે તેમાં જોખમ તો છે પરંતુ આ હેલીકોપ્ટરમાં ઉડાન ભરવા કે અહીં સુધી સ્કૂબા ડાઈવિંગ કરવાની તુલનામાં વધારે સુરક્ષિત છે." તેમણે ભાર આપીને જણાવ્યું કે 35 વર્ષોમાં નોન-સૈન્ય સબમરિનમાં કોઈને પણ ઈજા ન હતી પહોંચી. 

સિક્યોરિટીને લઈને હતા ચિંતિત 
બ્લૂમ જેમની પાસે ખાનગી હેલીકોપ્ટર લાઈસન્સ છે તે સબમરિનમાં સફરને લઈને ખાતરી ન હતી મેળવી શકતા. તે પનડુબ્બીના અમુક ભાગને લઈને ખાસ ચિંતિત હતા. જેમાં જહાજને નિયંત્રણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો એક વીડિયો ગેમ જોયસ્ટિક પણ શામેલ છે. 

તે આ વાતચીતથી પણ ચિંતિત હતા કે આપાતકાલીન સ્થિતિમાં યાત્રી ટાઈટન સબમરિનને અંદરથી ન હતા ખોલી શકતા. બ્લૂમ જણાવે છે, "જેટલું વધારે મને સ્ટોકટનનું ઓપરેશન વિશે જાણકારી મળી, હું તેટલું વધારે ચિંતિત થતો ગયો."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ