બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાનના હુમલા બાદ અમેરિકાના રાજદૂતના આકરા પ્રહારો, તેહરાનને ગણાવ્યો 'શેતાનનો મુખ્ય અડ્ડો'

વિશ્વ / ઈરાનના હુમલા બાદ અમેરિકાના રાજદૂતના આકરા પ્રહારો, તેહરાનને ગણાવ્યો 'શેતાનનો મુખ્ય અડ્ડો'

Nirav Kumar

Last Updated: 01:40 AM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ અટેક કર્યા છે. એવામાં અમેરિકાના રાજદૂત માઈક હકાબીએ ઈરાન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ઈરાન 'શેતાનનો મુખ્ય અડ્ડો' છે.

ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલાઓનો નવો રાઉન્ડ શરૂ કર્યા બાદ ઈઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઈક હકાબીએ તેહરાન(ઈરાન) પર આકરા પ્રહારો કર્યા છે. તેમને તેહરાનને "શેતાનનો મુખ્ય અડ્ડો" ગણાવ્યો અને ઈરાની સરકાર પર "અમેરિકા અને ઈઝરાયલને રાખમાં ફેરવવા"ની ઈચ્છા રાખતા હોવાનો આરોપ લગાવ્યો. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને ઈરાની મિસાઈલ હુમલાઓનો બદલો ન લેવાની રિકવેસ્ટ કર્યાના થોડા કલાકો બાદ આવ્યું છે. જેમાં મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે વોશિંગ્ટનમાં મતભેદ હોવાનું દર્શાવે છે.

  • માઈક હકાબીનું નિવેદન

યુએસ રાજદૂત હુકાબીએ X પર લખ્યું કે, "ઈરાને ગઈકાલે રાત્રે અને આજે સવારે ઈઝરાયલ પર મિસાઈલ છોડી હતી. જેમાં જેરુસલેમમાં સવારે 6 વાગ્યે મિસાઈલ એલર્ટ સંભળાયા હતા. સદનસીબે તેમને અટકાવવામાં આવ્યા હતા. ઈરાન અને તેના બેડ પ્રોક્સીઓ અમેરિકા અને ઈઝરાયલને રાખમાં ફેરવવા માંગે છે. શેતાનનો મુખ્ય અડ્ડાઓ તેહરાનમાં છે."

  • ઈઝરાયલમાં સાયરન

ઈઝરાયલી પ્રદેશને નિશાન બનાવીને ઈરાન દ્વારા નવા મિસાઈલ હુમલાઓને કારણે ઉત્તરી ઈઝરાયલ અને સમરિયાના અમુક ભાગોમાં આખી રાત અને સોમવાર સવારે વારંવાર હવાઈ હુમલાના સાયરન વાગતા રહ્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર, મોટાભાગની મિસાઇલો હવામાં જ અટકાવવામાં આવી હતી. જેમાં કોઈ ઈજા થઈ નથી. ઇમર્જન્સી સેવાના કર્મચારીઓએ અહેવાલ આપ્યો છે કે, એક મિસાઇલ સામરિયામાં પડી હતી જેનાથી ત્રણ ઘરોને નુકસાન થયું હતું. અધિકારીઓ હજુ પણ નુકસાનનું એસેસમેન્ટ નીકાળી રહ્યા હતા.

vtv hiring (2)

મિસાઇલ એલર્ટ જેરુસલેમ સુધી સંભળાઈ હતી જ્યાં લોકોને સ્થળાંતર કરવા અને આશ્રય લેવાની સૂચના આપવામાં આવી હતી. એક અલગ પોસ્ટમાં હકાબીએ કહ્યું કે, હુમલા દરમિયાન તેમને એક શેલ્ટરમાં આશરો લેવો પડ્યો. તેમણે લખ્યું કે, "ઉપરના માળે જોરદાર વિસ્ફોટો સાંભળ્યા અને શેલ્ટરમાં દોડી ગયા. આશા છે કે તે એક ડિસ્ટ્રેક્શન હતો. બીજો દિવસ આપણે ઈરાનની પાગલ સરકારના ડરમાં જીવીએ છીએ."

  • ટ્રમ્પનું વલણ અલગ

હકાબીના રિમાકર્સ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૂચવવામાં આવ્યા બાદ તરત જ આવ્યા કે તેઓ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તાજેતરના ગોળીબાર બાદ સંયમ રાખવાનું કહેશે. ટ્રમ્પ પ્રશાસનમાં હકાબીને લાંબા સમયથી ઈરાન પર સૌથી વધુ આક્રમક અવાજોમાંનો એક માનવામાં આવે છે.

વધુ વાંચો : ''ઈરાનમાંથી તુરંત...'', ઈઝરાયલ જંગ વચ્ચે ભારતીયો માટે કેન્દ્રની એડ્વાઈઝરી

અમેરિકન ઇઝરાયલ પબ્લિક અફેર્સ કમિટી (AIPAC) એ સોશિયલ મીડિયા પર હકાબીની પોસ્ટ શેર કરી લખ્યું કે, "સાથીઓ સાથે ઉભા છે." આ ઘટના ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આવ્યો છે. બંને પક્ષો હુમલાઓ અને ધમકીઓ આપી રહ્યા છે. જેના કારણે આ રીઝનમાં મોટા સંઘર્ષની આશંકા વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Mike Huckabee US Ambassador
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ