બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / united nations agencies delivered 10000 oxygen concentrators and 10 million masks to india

કોરોના વાયરસ / સંયુક્ત રાષ્ટ્રની ભારતને મોટી મદદ, 10 હજાર ઓક્સિજન જનરેટર્સ, 1 કરોડ માસ્ક સહિત આ તમામ સાધનો મોકલ્યા

Dharmishtha

Last Updated: 11:47 AM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા માટે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘથી મોટી મદદ મળી રહી છે.

  • અત્યાર સુધી 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને 1 કરોડ મેડિકલ માસ્કનો સપ્લાય
  • એરપોર્ટસ થર્મલ સ્કેનરની પણ ખરીદી કરવામાં આવી
  • સમગ્ર દુનિયાએ આગળ આવી ભારતની મદદ કરવી જોઈએ- સંયુક્ત રાષ્ટ્ર

અત્યાર સુધી આટલો થયો સપ્લાય

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ તરફથી ભારતને અત્યાર સુધી 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને 1 કરોડ મેડિકલ માસ્કનો સપ્લાય કરવામાં આવી છે.  સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટરેસના પ્રવક્તા તરફથી આ જાણકારી આપવામાં આવી છે. યુએન ચીફના પ્રવક્તા સ્ટીફાને દુજારિકે કહ્યુ કે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રની ટીમ સતત મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર અને સ્થાનીય પ્રશાસનને સતત મદદ જઈ રહી છે જેથી કોરોના સંક્રમણના મામલાની સરખામણી કરી શકાય.

એરપોર્ટસ થર્મલ સ્કેનર પણ ખરીદવામાં આવ્યા 

યુએન ચીફના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએન પોપ્યુલેશન ફંડ તરફથી ભારતને અત્યાર સુધીમાં 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સનો સપ્લાય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 1 કરોડ મેડિકલ માસ્ક અને 15 લાખ ફેસ શીલ્ડ પણ મેકલવામાં આવ્યા છે.  સંયુક્ત રાષ્ટ્રની ટીમે ભારતની મદદ માટે વેન્ટિલેટર્સ અને ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટસ પણ ખરીદ્યા છે. આ ઉપરાંત યુનિસેફ તરફથી કોરોનાને પહોંચી વળવા માટે જરુરી ઉપકરણોની સપ્લાય ભારતને આપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે અમારી ટીમ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ મશીન અને કિટ્સ પણ ખરીદી કરી છે આ ઉપરાંત એરપોર્ટસ થર્મલ સ્કેનર પણ ખરીદવામાં આવ્યા છે.

સમગ્ર દુનિયાએ આગળ આવી ભારતની મદદ કરવી જોઈએ- સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી અસ્થાયી હેલ્થ ફેસિલિટીજ માટે ટેન્ટ અને બેડ પણ પુરા પાડાયી રહ્યા છે. આ ઉપરાંત એજન્સીએ હજારો પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ પણ તૈનાત કર્યા છે. જેથી કોરોના સંક્રમણને પહોંચી વળી શકાય. એટલુ જ નહીં યુનિસેફ અને યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી ભારતમાં 1, 75, 000 રસી સેન્ટરના મોનિટરીંગમાં મદદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે આ દોરમાં સમગ્ર દુનિયાએ આગળ આવી ભારતની મદદ કરવી જોઈએ. જેથી અન્ય દેશોમાં આ ન ફેલાય

ભારતની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે ભારતમાં ગત અનેક દિવસોથી 4 લાખથી વધારે કેસ આવી રહ્યા છે. 3 હજારથી વધારે મોત થઈ રહી છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાનુંસાર અત્યાર સુધીમાં કોરોનાના 2 કરોડથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને 226000 લોકોના મોત થઈ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ