બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Unique belief in Hanuman Dada's 1000 year old temple throwing behind offerings, find out the interesting reason

રહસ્યમય / હનુમાન દાદાના 1000 વર્ષ જૂના મંદિરમાં પ્રસાદ પાછળ ફેંકી દેવાની અનોખી માન્યતા, જાણો રોચક કારણ

Premal

Last Updated: 02:53 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં ઘણાં પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે, દરેક મંદિરનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. આ સાથે ઘણાં મંદિરો રહસ્યોથી ભરપુર છે. કહેવાય છે કે આ રહસ્યોને આજ સુધી કોઈ જાણી શક્યુ નથી. જેમાંથી એક ભારતનું પ્રાચીન મેહંદીપુર બાલાજી મંદિર છે, જે રહસ્યો અને ચમત્કારોથી વિશ્વપ્રખ્યાત છે.

  • ભારતનું પ્રાચીન મેહંદીપુર બાલાજી મંદિર રહસ્યો અને ચમત્કારોથી વિશ્વપ્રખ્યાત
  • મેહંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લા નજીક સ્થિત
  • આ મંદિરમાં દર્શન કરવાથી ભૂત-પ્રેતની અડચણોમાંથી મળે છે મુક્તિ

માન્યતા છે કે મંદિરમાંથી મળતો પ્રસાદ ઘરે લઇ જવાની મનાઈ છે. તો ચાલો આજે અમે તમને આ પ્રસિદ્ધ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ માન્યતાઓ જણાવીએ...

મેહંદીપુર બાલાજી મંદિર

મેહંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લા નજીક આવેલુ છે. આ મંદિર 2 પહાડોની વચ્ચે આવેલુ છે, જે જોવામાં ખૂબ વિચિત્ર લાગે છે. કહેવાય છે કે બાલાજી મંદિરના દર્શન કરવાથી ભૂત-પ્રેતની અડચણોમાંથી મુક્તિ મળે છે. આ મંદિરમાં પ્રેતરાજ સરકાર અને ભૈરવબાબા એટલેકે કોતવાલ કેપ્ટનની મૂર્તિ સ્થાપિત છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, કોઈની ઉપર ભૂત-પ્રેતનો ઓછાયો હોવાથી કીર્તન કરીને તેને દૂર કરી શકાય છે. દરરોજ બે લોકોને લાવવામાં આવે છે. આ સાથે એક અલગ માન્યતા છે કે મંદિરમાં મળતો પ્રસાદ ઘરે ના લઇ જઇ શકો.

1000 વર્ષ જૂનું મંદિર 

માનવામાં આવે છે કે બાલાજીનું આ મંદિર અંદાજે 1000 હજાર વર્ષ જૂનુ છે. મંદિરમાં સ્થાપિત બાલારૂમ હનુમાનજીની મૂર્તિ કોઈના દ્વારા બનાવવામાં આવી નથી. પરંતુ આ સ્વયંભૂ છે. બાલાજીની મૂર્તિ પહાડના અખંડ ભાગના રૂપમાં મંદિરની પાછળવાળી દિવાલનું કામ પણ કરે છે. કહેવાય છે કે આ મૂર્તિને મુખ્ય માનીને બાકી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. 

મંદિરનો પ્રસાદ ઘરે ના લઇ જવાની માન્યતા

મહત્વનું છે કે, મેહંદીપુર બાલાજી મંદિરમાંથી મળતો પ્રસાદ ખવાતો પણ નથી અને તેને ઘરે પણ લઇ જઇ શકાતો નથી. આ સાથે આ પ્રસાદ તમે કોઈને આપી પણ ના શકો. લોક માન્યતા છે કે આ પ્રસાદને ઘરે લઇ જવાથી તમારી પર નકારાત્મક આત્માની અસર થાય છે. આ ઉપરાંત મેહંદીપુર બાલાજીમાં પ્રસાદ ચઢાવવાની રીત પણ બાકી મંદિરોથી અલગ છે. મંદિરમાં દર્ખાવસ્ત અને માનતાવાળો એમ બે કેટેગરીમાં પ્રસાદ ચઢે છે. દર્ખાવસ્તને બાલાજીમાં હાજરી એવુ પણ કહેવામાં આવે છે. હાજરીના આ પ્રસાદને બે વખત ખરીદવામાં આવે છે. આ સિવાય માનતામાં 3 થાળીઓમાં પ્રસાદ રાખવાની પ્રથા છે. માન્યતા છે કે મંદિરમાં દર્ખાવસ્ત એક વખત લગાવ્યાં બાદ ત્યાંથી તરત નિકળી જાય છે. આ સાથે માનતાનો પ્રસાદ પરત ફરતી વખતે તેને પાછળથી ફેંકવાનો નિયમ છે. કહેવાય છે કે પ્રસાદને પાછળ ફેંક્યા બાદ તેને પાછળ ફરીને જોવુ ના જોઈએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ