બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Union Minister Kaushal Kishor's house shot dead youth, son's pistol recovered from the spot

મોટા સમાચાર / મોદી સરકારના મંત્રીના ઘરે જ યુવકની હત્યા: ઘટનાસ્થળેથી દીકરાની પિસ્તોલ મળી, પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યા છે કૌશલ કિશોર

Megha

Last Updated: 03:13 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના ઘરેથી શંકાસ્પદ સંજોગોમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. શુક્રવારે સવારે 4 વાગ્યે દીકરા વિકાસ કિશોરની પિસ્તોલથી ફાયરિંગ થયું હતું અને ગોળી યુવકના માથામાં વાગી હતી

  • મંત્રી કૌશલ કિશોરના ઘરેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો
  • પિસ્તોલ કૌશલ કિશોરના દીકરા વિકાસ કિશોરની હોવાનું કહેવાય છે
  • પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે

Kaushal Kishore News: કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના ઘરેથી શંકાસ્પદ સંજોગોમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સાંસદના પુત્ર વિકાસ કિશોરને પિસ્તોલથી ગોળી વાગી હતી. ગોળી યુવકના માથામાં વાગી હતી અને તેનું મોત થયું હતું. મૃત્યુ પામનાર યુવક વિનય શ્રીવાસ્તવ હોવાનું કહેવાય છે અને તે બીજેપી સાંસદના પુત્રનો મિત્ર પણ હતો. 

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. આ ઘટના મંત્રીના દુબગ્ગા સ્થિત આવાસ પર બની હતી. પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ઘટનામાં વપરાયેલી પિસ્તોલ કબજે કરી લીધી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

બીજેપી સાંસદ વિકાસ કિશોરનો પુત્ર અને કાર્યકર વિનય શ્રીવાસ્તવ એ ઘરમાં રહેતા 
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરનું લખનઉના બેગરિયામાં એક ઘર છે અને બીજેપી કાર્યકર વિનય શ્રીવાસ્તવ (24) અને બીજેપી સાંસદ વિકાસ કિશોરનો પુત્ર અહીં રહેતો હતો. શુક્રવારે સવારે 4 વાગ્યે વિકાસ કિશોરની પિસ્તોલથી ફાયરિંગ થયું હતું અને ગોળી વિનયના માથામાં વાગી હતી. વિનયની લાશ બેડ પાસે જમીન પર પડેલી મળી આવી હતી. આ સમયે અજય રાવત, અંકિત વર્મા, શમીમ બાબા અને બંટી સહિત અન્ય બે લોકો હાજર હતા.  પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. આ યુવકોમાંથી એકનું નામ શમીમ ગાઝી બાબા છે અને  વિકાસ કિશોર સાથે તેના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. 

પિસ્તોલ વિકાસ કિશોરની હોવાનું કહેવાય છે
વિનય શ્રીવાસ્તવનું મોત ગોળી વાગવાથી થયું છે. માથા પર ઈજાના નિશાન પણ છે. પિસ્તોલ વિકાસ કિશોરની હોવાનું કહેવાય છે. કેસની તપાસ ચાલી રહી છે અને હાલ ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત સીસીટીવી લગાવવામાં આવ્યા છે. તેમના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે સંબંધીઓની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. 

કૌશલ કિશોરે કહ્યું- દીકરો સ્થળ પર હાજર નહોતો
કૌશલ કિશોરે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, મને ઘટનાની જાણ થઈ તેથી પોલીસ કમિશનરને ફોન પર જાણ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અમે પીડિતના પરિવાર સાથે છીએ, પોલીસ તેમનું કામ કરશે. મારો પુત્ર સ્થળ પર હાજર ન હતો પણ તેની પિસ્તોલ મળી આવી છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. 

આ પહેલા પણ આવી ગયા છે વિવાદોમાં 
2021માં બીજેપી સાંસદ કૌશલ કિશોરની વહુ અંકિતાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીનું સાંસદે કોર્ટમાંથી અપહરણ કર્યું હતું. જોકે કૌશલ કિશોરે આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે અંકિતા તેના પુત્ર આયુષ સાથે રહે છે. પુત્રવધૂના પિતા આશિષ સિંહ તેમની છબી ખરાબ કરવા માટે ખોટા આરોપો લગાવી રહ્યા છે.  આ પહેલા કૌશલ કિશોરનો પુત્ર આયુષ પહેલા પણ વિવાદોમાં રહ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આયુષે જાણીજોઈને તેની વહુ સાથે મળીને કોઈને ફસાવવા માટે પોતાના પર ફાયરિંગ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ