ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Budget 2026-27 / ઈતિહાસનું સૌથી મોટું બજેટ, FM નિર્મલા સીતારમણે ડિફેન્સ માટે ફાળવ્યાં ₹7.8 લાખ કરોડ
Last Updated: 02:14 PM, 1 February 2026
ADVERTISEMENT
Defence Budget 2026: 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું બજેટ રજૂ કર્યું. આ વખતે બજેટમાં રક્ષા મંત્રાલયને ₹7.8 લાખ કરોડની મોટી રકમ ફાળવવામાં આવી છે. ગયા વર્ષના બજેટ 2025-26માં ફાળવવામાં આવેલી 6.81 લાખ કરોડ રૂપિયાની રકમની સરખામણીમાં આ લગભગ 14.5 ટકા વધારે કગે. દેશની ત્રણેય સેનાઓને વિશ્વની સૌથી આધુનિક અને મેડ ઇન ઇન્ડિયા હથિયારોથી સજ્જ કરવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે.
ADVERTISEMENT
આ વર્ષના બજેટની સૌથી મોટી વાત એ છે કે સેનાના આધુનિકરણ માટે ₹2.19 લાખ કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. આ પૈસા નવી મિસાઇલો, ફાઇટર જેટ્સ, સબમરીન અને ડ્રોનની ખરીદી પર ખર્ચ થશે. ગયા વર્ષે ભારતે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH), રાફેલ-એમ અને તેજસ એમકે1એ જેવી મોટી ડિલ્સ કરી હતી. પણ આ વખતે વધુ મોટી ડિલ્સ કરવાની તૈયારી છે માનવામાં આવી રહ્યું છે કે આ બજેટથી 114 રાફેલ ફાઇટર જેટ્સની મોટી ડિલ અને પંચમી જનરેશનના Su-57 સ્ટિલ્થ ફાઇટર જેવા પ્રોજેક્ટ્સમાં તેજી આવશે.
ADVERTISEMENT
એવામાં સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના સૈન્યની શક્તિને જાળવી રાખવા માટે કોઈ પણ પ્રકારની કસર બાકી નહીં રાખે. આ સાથે જ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રક્ષા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બજેટનો એક મોટો ભાગ ભારતીય કંપનીઓ માટે સુરક્ષિત રાખવામાં આવ્યો છે, જેથી આપણે હથિયારોના મામલે વિશ્વ પર નિર્ભર ન રહે.

ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: નવો ઈન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલથી થશે લાગુ, નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત
ગયા વર્ષની જેમ, બજેટનો નોંધપાત્ર હિસ્સો સ્વદેશી કંપનીઓ માટે નક્કી કરવામાં આવ્યો છે - ગયા વર્ષે સંરક્ષણ ખરીદીનો 75% સ્વદેશી હથિયારો માટે હતો. સેના હવે સ્વદેશી ડ્રોન (UAV), માનવરહિત હવાઈ વાહનો અને આધુનિક ટેન્કોથી સજ્જ કરવાની યોજના ધરાવે છે. HAL અને DRDO જેવી સંસ્થાઓ તેમજ ખાનગી ક્ષેત્રની સંરક્ષણ કંપનીઓને આ બજેટમાંથી નોંધપાત્ર ટેકો મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.