બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:34 PM, 9 January 2025
Budget 2025 : સોના ઉપર GSTને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્રીય બજેટ 2025 માટે હવે 22 દિવસ બાકી છે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે. હાલના સમયમાં આગામી બજેટમાં સોના પર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ઘટાડવા માટે ગોલ્ડ ઉદ્યોગ વતી નાણામંત્રી સમક્ષ ભલામણો મૂકવામાં આવી છે. હાલમાં સોના, સોનાના આભૂષણો અને રત્નો પર 3 ટકા GST વસૂલવામાં આવે છે જેને ઘટાડીને 1 ટકા કરવાની માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગયા બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટી હતી
ADVERTISEMENT
નોંધનિય છે કે, ગત બજેટમાં કેન્દ્ર સરકારે સોનાની આયાત પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી અને જુલાઈ 2013 પછી આ સૌથી મોટો ડ્યૂટી કાપ હતો, ત્યારબાદ કસ્ટમ ડ્યૂટી પણ તેના સૌથી નીચા સ્તરે આવી ગઈ હતી.
આ પછી સોનાની આયાતમાં પણ વધારો થયો અને આ નિર્ણય સ્થાનિક સોનાની માંગ માટે યોગ્ય સાબિત થઈ રહ્યો છે કારણ કે ભારતમાં સોના અને સોનાના ઘરેણાંની માંગ સતત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સોના પર GST ઘટાડીને મોટો ફાયદો આપવાની માંગણી છે. રેવન્યુ ઇક્વિવેલન્સ રેશિયો ઘટાડીને એક ટકા કરવાની ઉદ્યોગમાં માંગ છે, જો આવું થાય તો સોનાના ખરીદદારોને મોટો ફાયદો મળી શકે છે.
વધુ વાંચો : આવી ગયો આજનો સોના-ચાંદીનો ભાવ, સસ્તું થયું કે મોંઘું? ફટાફટ કરી લો ચેક
ગોલ્ડ ઉદ્યોગની કેટલીક માંગણીઓ અને ભલામણો છે જેની તે નાણામંત્રી પાસેથી અપેક્ષા રાખે છે તે નીચે મુજબ છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.